01 June, 2023 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરાકોન્ડા
વિજય દેવરાકોન્ડા અને સમન્થા રૂથ પ્રભુ તેમની આગામી ફિલ્મ ‘ખુશી’નું શૂટિંગ ટર્કીમાં કરી રહ્યાં છે. આ ફિલ્મ એક રોમૅન્ટિક ડ્રામા છે. આ ફિલ્મ ૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને શિવ નિર્વાણ ડિરેક્ટ કરે છે. ફિલ્મની સ્ટોરી આર્મી ઑફિસર અને કાશ્મીરની મહિલાની છે. ફિલ્મમાં સચિન ખેડેકર, જયરામ, મુરલી શર્મા, લક્ષ્મી અને રોહિણી લીડ રોલમાં છે. ફિલ્મના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને બન્ને ટર્કી ફરવા નીકળ્યાં હતાં. એનો ફોટો બન્નેએ શૅર કર્યો છે. વિજય દેવરાકોન્ડાએ ત્યાંનું ફૂડ ચાખ્યું અને ત્યાંના લોકેશન ફરવા નીકળ્યો હતો. ત્યાંના ફૂડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિજય દેવરાકોન્ડાએ કૅપ્શન આપી હતી, ટર્કી અને ફૂડ. તો બીજી તરફ સમન્થાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. એમાં તે ઘાસ પર આરામ ફરમાવી રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સમન્થાએ કૅપ્શન આપી હતી, હજી પણ સપનાં જોઈ રહી છું.