22 April, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલે લોકોને સલાહ આપી છે કે ટ્રેઇનિંગ વગર કોઈ પણ પ્રકારના જોખમથી ભરેલા સ્ટન્ટ્સ ન કરવા જોઈએ. વિદ્યુત તેના વર્કઆઉટ કરતા અને સ્ટન્ટ્સ કરતા વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરતો રહે છે. વિદ્યુતને પોતાની સાથે સમય પસાર કરવો પણ પસંદ છે. તેની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘ક્રૅક-જીતેગા તો જીએગા’ ૨૬ એપ્રિલે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. લોકોને સલાહ આપતાં વિદ્યુત જામવાલ કહે છે, ‘આજના યુવાનો ખૂબ સ્માર્ટ છે. કોઈ પણ સ્ટન્ટ્સ ટ્રેઇનિંગ વગર ન કરી શકાય. ખાસ કરીને જ્યાં જોખમ વધારે હોય. ટ્રેઇનિંગ વગર જોખમી સ્ટન્ટ્સ કરવા મૂર્ખામી કહેવાય. હું લોકોને સલાહ આપું છું કે મારી જેમ ટ્રેઇનિંગ લો અને પછી એ સ્ટન્ટ્સ કરો.’