અનંત-રાધિકાના લગ્નમાં વિદ્યા બાલને પહેરલા આ ડ્રેસનો સિદ્ધિવિનાયક મંદિર સાથે છે ખાસ સબંધ

24 July, 2024 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vidya Balan Traditional Dress: વિદ્યાએ રે સેરેમોનિયલ લેબલમાંથી કસ્ટમાઇઝ્ડ એન્સેમ્બલ ડ્રેસ પહેર્યો હતો, જે પ્લાન્ટ-ડાઇડ આઉટફિટ્સના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યો હતો.

વિદ્યા બાલન (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

બૉલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan Traditional Dress) તેની અદભૂત સુંદરતા અને એકદમ હટકે ફૅશન સ્ટાઈલ માટે જાણીતી છે. હાલમાં વિદ્યાએ ફરી એક વખત તેની બોડી-પોઝિટિવ ડ્રેસિંગ સ્ટાઇલથી દરેકને મોહિત કરી દીધા છે છે. મૂંબઈમાં 12 જુલાઈ, 2024 ના રોજ દુનિયાભારના અનેક સેલેબ્સ સહિત વિદ્યા બાલને પણ મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. વિદ્યાએ તેના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે આ શુભ લગ્નમાં પહોંચી હતી. અનંત રાધિકાના લગ્નમાં વિદ્યા અને તેનો પતિ જેમ આવ્યા ત્યારે તેમણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં વિદ્યાએ પહેરેલા ગોલ્ડન ડ્રેસે તો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

અનંત રાધિકના લગ્નમાં વિદ્યાએ રે સેરેમોનિયલ લેબલમાંથી કસ્ટમાઇઝ્ડ એન્સેમ્બલ ડ્રેસ પહેર્યો હતો, જે પ્લાન્ટ-ડાઇડ આઉટફિટ્સના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યો હતો. વિદ્યાએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક (Vidya Balan Traditional Dress) મંદિરને શ્રદ્ધાંજલિ આપતાં પીળા રંગનો ‘ઇન્દિરા અસ્સી કાલી ઘાગરા’ પહેર્યો હતા. વિદ્યા બાલનનો આ આકર્ષિત ડ્રેસ બનાવનાર ડિઝાઇનરોએ કહ્યું હતું કે “આ ડ્રેસ સિદ્ધિવિનાયક મંદિરમાં ચડાવવામાં આવતા મેરીગોલ્ડ ફૂલોનો ઉપયોગ કરીને તેમાંથી રંગ બનાવીને બનાવવામાં આવ્યો હતો. રેશમ સુતરાઉ ચંદેરી ઘાગરામાં 24-મીટરનો ઘેરો હતો, જે પરિઘ સાથે ધાતુના લેમ્પી ગોટા સાથે ધારવાળો હતો. આ ડ્રેસ એક પ્રકારનો બુંદી રાજપૂતાની દેખાવ છે.

વિદ્યાના ઘાગરાનું નામ મ્યુઝિક આર્ટિસ્ટ ઈન્દ્ર ધવાસીએ ગાયેલું ગીત "અસ્સી કાલી રો ઘાઘરો" પરથી રાખવામાં આવ્યું હતું. વિદ્યાએ હાથથી એમ્બ્રોઇડરી કરેલી ગુલરેઝ ચોલી સાથે જોડી બનાવી હતી જેમાં દોરો અને કાચની મણકાથી સુશોભિત કરવામાં આવ્યું હતું. તેમ જ આ ડ્રેસમાં ધાતુના ગોટાની ધારવાળી સ્લીવ્સ હતી. આ ચોલીને બનાવવામાં લગભગ 100 કલાક જેટલો સમય લાગ્યો હતો અને તેને સિદ્ધિવિનાયક મંદિરના મેરીગોલ્ડ ફૂલોનો ઉપયોગ કરીને તેને રંગવામાં આવ્યો હતો. વિદ્યાએ (Vidya Balan Traditional Dress) તેના લૂકને પૂર્ણ કરવા માટે સિલ્ક ઓર્ગેન્ઝા દુપટ્ટો પણ ઓઢયો હતો. સિલ્ક ટીશ્યુ દુપટ્ટામાં ધાતુના સિક્કા કામ દર્શાવવામાં આવ્યા હતા અને તેને રિસાયકલ કરેલા કપાસ અને હોમરૂ પલ્લુથી બનાવવામાં આવ્યું હતું, જે વધારાના ફ્લેર માટે નાજુક ગોટા વર્ક સાથે બનાવવામાં આવ્યું હતું. વિદ્યાએ ઓછા દાગીના પહેર્યા હોવા છતાં એકદમ આકર્ષક એસેસરીઝ પહેરી હતી. વિદ્યાએ મોતી અને રત્નની ઈયરરિંગ, મેચિંગ માંગ ટીકો અને પરંપરાગત હેરપિન પહેરી હતી. વિદ્યાએ હલકો મેકઅપ કર્યો હતો તેમ છતાં તે એકદમ બ્યુટીફુલ લગતી હતી. વિદ્યાએ વાળમાં વેણીમાં પહેરી વાળની સ્ટાઇલ કરી હતી. લગ્નમાં વિદ્યાને ટ્રેડિશનલ અને નેચરલ ડ્રેસે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

vidya balan Anant Ambani Radhika Merchant Wedding siddhivinayak temple bollywood news bollywood entertainment news