શનિવારે પણ વિકી વિદ્યા... કરતાં જિગરા પાછળ

14 October, 2024 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરાએ બન્ને ફિલ્મોનો ઘોડો ધારણા મુજબનો ન દોડ્યો, `વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’એ શુક્રવારે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૫.૭૧ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું અને શનિવારે આ આંકડો ૭.૦૬ કરોડ રૂપિયા રહ્યો હતો

વિકી વિધ્યા અને જિગરા ફિલ્મનું પોસ્ટર

શુક્રવારે રિલીઝ થયેલી બે નવી ફિલ્મોનો પહેલો દિવસ નબળો રહ્યા બાદ શનિવારે દશેરાની રજાનો લાભ મળશે એવી ધારણા હતી, પણ શુક્રવારની સરખામણીમાં બિઝનેસમાં મામૂલી વધારો થયો હતો. ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’એ શુક્રવારે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૫.૭૧ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું અને શનિવારે આ આંકડો ૭.૦૬ કરોડ રૂપિયા રહ્યો હતો. એવી જ રીતે ‘જિગરા’નો પહેલા દિવસનો બિઝનેસ ૪.૫૫ કરોડ રૂપિયા હતો અને બીજા દિવસનો ૬.૫૮ કરોડ રૂપિયા. બે દિવસમાં ‘વિકી વિદ્યા...’નું ટોટલ ૧૨.૭૭ કરોડ અને ‘જિગરા’નું ૧૧.૧૩ કરોડ થયું હતું.

rajkummar rao tripti dimri alia bhatt box office bollywood movie review bollywood news bollywood entertainment news