17 December, 2022 09:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલની અનટાઇટલ્ડ ફિલ્મ આવતા વર્ષે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. ફિલ્મને પહેલાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે અને બાદમાં એને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને ઍમી વિર્ક પણ જોવા મળશે. ફિલ્મને આનંદ તિવારી ડિરેક્ટ કરશે. ફિલ્મ મનોરંજનથી ભરપૂર રહેશે. મેકર્સને વિશ્વાસ છે કે આ ફિલ્મ લોકોને પણ ખૂબ પસંદ પડશે. આ ફિલ્મને લઈને કરણ જોહરે કહ્યું કે ‘આનંદ તિવારીની આગામી ફિલ્મ અનેક રીતે સ્પેશ્યલ છે. આ ફિલ્મમાં નૅશનલ અવૉર્ડ વિજેતા વિકી કૌશલ જોવા મળશે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે અમે યાદગાર સ્ટોરીઝ વિશ્વના દર્શકોને દેખાડવા માગીએ છીએ.’