30 November, 2024 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં ચમકાવતી ‘છાવા’ની રિલીઝ-ડેટ નક્કી થઈ ગઈ છે. ૨૦૨૫ની ૧૯ ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે અને એને ધ્યાનમાં રાખીને વિકીની ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વિકી સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના છે. અગાઉ આ ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ સાથે રિલીઝ થવાની હતી, પણ એ ટક્કર હવે નથી થવાની.