‘સૅમ બહાદુર’નું શૂટિંગ ઓવર

16 March, 2023 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે અને એમાં વિકીની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે

‘સૅમ બહાદુર’નું શૂટિંગ ઓવર

વિકી કૌશલે તેની આગામી ફિલ્મ ‘સૅમ બહાદુર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે અને એમાં વિકીની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે. આ ફિલ્મમાં સૅમ માણેકશોની પત્ની સીલૂના રોલમાં સાન્યા અને ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના પાત્રમાં ફાતિમા જોવા મળશે. મેઘના ગુલઝાર સાથેનો ફોટો શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી કે ‘આભાર. આભાર અને ફક્ત આભાર માનું છું. એક સાચા લેજન્ડનું પાત્ર ભજવવાની સાથે આ ફિલ્મમાં કામ કરવાની તક મળી એ માટે હું આભારી છું. મને એવી ટીમ સાથે કામ કરવાની તક મળી કે જેઓ તેમનું સર્વસ્વ આપે છે. એ માટે પણ હું આભારી છું. મને ઘણું શીખવા મળ્યું છે અને ઘણુંબધું એવું છે જેને અમે પહેલી વાર તમારી સામે લાવી રહ્યા છીએ. મેઘના, રૉની, મારા અદ્ભુત કો-સ્ટાર્સ, મારી ટીમ, માણેકશો ફૅમિલી, ઇન્ડિયન આર્મી અને સૅમ માણેકશોનો પણ હું આભારી છું. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે. પહેલી ડિસેમ્બરે આપણે ​થિયેટર્સમાં મળીશું.’

entertainment news bollywood news bollywood gossips bollywood vicky kaushal upcoming movie