25 January, 2023 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલ હવે છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં દેખાશે. તેઓ સંભાજી રાજે તરીકે પણ ઓળખાતા હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના મોટા દીકરા હતા. મરાઠા સામ્રાજ્યના
તેઓ બીજા છત્રપતિ હતા.
તેમણે ૧૬૮૧થી માંડીને ૧૬૮૯ સુધી શાસન કર્યું હતું. તેમના જીવનની શૌર્યગાથાને વર્ણવતી ફિલ્મને લક્ષ્મણ ઉટેકર ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને રાઇટિંગ પૂરું થઈ ગયું છે.
વિકીએ આ ફિલ્મ માટે હામી ભરી છે અને ફિલ્મને લઈને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. લક્ષ્મણ ઉટેકર માટે આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ફિલ્મને ભવ્ય બનાવવા માટે મેકર્સ કોઈ કચાશ બાકી નથી રાખવા માગતા. દિનેશ વિજન આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.