04 February, 2023 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને ઍમી વિર્કની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ પચીસ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મને આનંદ તિવારી ડિરેક્ટ કરશે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન્સ એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સ્ટોરી વિશે વધુ માહિતી નથી મળી. જોકે મેકર્સનો દાવો છે કે આ મનોરંજનથી ભરપૂર રહેવાની છે. ફિલ્મની જાહેરાત કરતાં ઇન્સ્ટાગ્રામ પર કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘અમે ટૅલન્ટના પાવરહાઉસ એવા ત્રણ કલાકારો વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને ઍમી વિર્કને સાથે લઈ આવ્યા છીએ. એને અતિશય ટૅલન્ટેડ આનંદ તિવારી ડિરેક્ટ કરશે. એનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. એના માટે તૈયાર થઈ જાઓ. એમાં ભરપૂર મનોરંજન મળશે. ૨૦૨૩ની પચીસ ઑગસ્ટે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે.’