સૅમ માણેકશૉને યાદ કર્યા વિકીએ

04 April, 2024 06:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૅમ માણેકશૉની બહાદુરી અને પરાક્રમને દેખાડતાં ગયા વર્ષે ‘સૅમ બહાદુર’ ફિલ્મ રિલીઝ થઈ હતી

વિકી કૌશલ , ફીલ્ડમાર્શલ સૅમ માણેકશૉ

ફીલ્ડમાર્શલ સૅમ માણેકશૉની ગઈ કાલે ૧૧૦મી બર્થ-ઍનિવર્સરી હતી. એ નિમિત્તે તેમને વિકી કૌશલે યાદ કર્યા હતા. સૅમ માણેકશૉની બહાદુરી અને પરાક્રમને દેખાડતાં ગયા વર્ષે ‘સૅમ બહાદુર’ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમનું પાત્ર વિકી કૌશલે ભજવ્યું હતું. મેઘના ગુલઝારની આ ફિલ્મમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, નીરજ કાબી અને મોહમ્મદ ઝીશાન પણ જોવા મળ્યાં હતાં. સૅમ માણેકશૉનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકી કૌશલે કૅપ્શન આપી, ‘લેજન્ડની ૧૧૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમને યાદ કરી રહ્યો છું. સૅમ બહાદુર.’

vicky kaushal entertainment news bollywood news bollywood buzz