11 July, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયપુરમાં ગઈ કાલે ‘બૅડ-ન્યુઝ’ના પ્રમોશન દરમ્યાન ચાહકો સાથે સેલ્ફી લેતો વિકી કૌશલ
વિકી કૌશલે પોતાને લગ્નમાં ડાન્સ કરનારા સાથે સરખાવ્યો છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ‘ગુડ ન્યુઝ’માં તેની સાથે તૃપ્તિ ડિમરી અને પંજાબી ઍક્ટર-સિંગર એમી વિર્ક જોવા મળી રહ્યાં છે. ૧૯ જુલાઈએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું ગીત ‘તૌબા તૌબા’માં વિકીએ જોરદાર ડાન્સ કર્યો છે. આ ડાન્સ વિશે તેની પત્ની કૅટરિના કૈફે શું કહ્યું એ વિશે વિકી કહે છે, ‘હું કોઈ ટ્રેઇન્ડ ડાન્સર નથી. હું લગ્નમાં ડાન્સ કરતા હોય એવો ડાન્સ કરું છું. આથી કૅટરિનાએ જ્યારે ગીતને અપ્રૂવલ આપ્યું ત્યારે મને રાહત થઈ હતી.’
આ ડાન્સ સ્ટેપ્સનાં હૃતિક રોશને પણ વખાણ કર્યાં હતાં. આ વિશે પૂછતાં વિકી કહે છે, ‘હું એ બાળકોમાં આવું છું જે ‘કહો ના પ્યાર હૈ’ આવી હતી ત્યારથી લઈને આજ સુધી હૃતિક સરના ડાન્સ અને તેઓ જે સખત મહેનત કરે છે એનાથી પ્રેરિત થયાં છે. તેમનાથી હું ખરેખર ખૂબ જ પ્રેરિત થયો છું. તેમના દ્વારા મને જે કૉમ્પ્લીમેન્ટ મળ્યું એ મારા માટે ઑસ્કર સમાન છે.’