18 November, 2022 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ પોસ્ટર
વિકી કૌશલ(Vicky Kaushal), કિયારા અડવાણી (Kiara Advani)અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)સ્ટારર ક્રાઈમ થ્રિલર ફિલ્મ `ગોવિંદા નામ મેરા` (Govinda Naam Mera)નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના પોસ્ટરમાં વિકી કૌશલ ટપોરી લુકમાં જોવા મળી રહ્યો છે જ્યારે ભૂમિ પેડનેકર પરફેક્ટ પત્ની તરીકે જોવા મળી રહી છે. નોંધનીય છે કે અભિનેત્રી કિયારા અડવાણી શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત ફિલ્મ `ગોવિંદા નામ મેરા`માં વિકીની ગર્લફ્રેન્ડનો રોલ કરવા જઈ રહી છે. ફિલ્મનું પોસ્ટર Disney+Hotstar ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યું છે.
`ગોવિંદા નામ મેરા`નું પોસ્ટર રિલીઝ કરતાં, Disney+Hotstar એ કેપ્શનમાં લખ્યું, "ગોવિંદા કી કહાની, નહી હૈ યે આમ કહાની." લોકો ફિલ્મના આ પોસ્ટર પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ફિલ્મની સ્ટારકાસ્ટ શાનદાર છે, આશા છે કે ફિલ્મ પણ સારી હશે." તો જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "આ ફિલ્મ પતિ, પત્ની ઔર વોની વાઇબ આપી રહી છે."
ફિલ્મ `ગોવિંદા નામ મેરા`માં વિકી કૌશલ `ગોવિંદા`નું પાત્ર ભજવશે. ફિલ્મમાંથી પોતાનો લુક શેર કરતા અભિનેતાએ લખ્યું, "ગોવિંદા નામ મેરા, નાચના કામ મેરા, આ રહા હું જલ્દી, અપની કહાની લેકર." જ્યારે અભિનેત્રી ભૂમિ પેડનેકર ગોવિંદાની પત્ની `ગૌરી`નું પાત્ર ભજવશે. ફિલ્મમાં કિયારા અડવાણી ગોવિંદાની તોફાની ગર્લફ્રેન્ડ `સુકુ`ના રોલમાં જોવા મળશે.