13 January, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
ઘણી ફિલ્મોની સફળતા એટલી જબરદસ્ત હોય છે કે એનું પુનરાવર્તન કરવાનું કામ વધારે અઘરું બની જાય છે. આવું જ કંઈક રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ઝોયા અખ્તરની ‘ગલી બૉય’ સાથે થયું છે. ૨૦૧૯માં રિલીઝ થયેલી આ ફિલ્મના ચાહકો આજે પણ એની સીક્વલની રાહ જોઈ રહ્યા છે. જોકે ‘ગલી બૉય’ના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. મળેલી માહિતી પ્રમાણે આ ફિલ્મની સીક્વલનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને એમાં મુખ્ય ભૂમિકા માટે વિકી કૌશલ અને અનન્યા પાંડે સાથે વાતચીત ચાલી રહી છે.
ચર્ચા પ્રમાણે આ ફિલ્મનો ડિરેક્ટર પણ નક્કી થઈ ગયો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘ફિલ્મ ‘ગલી બૉય’ની સીક્વલ માટે ‘ખો ગઅે હમ કહાં’ ફિલ્મ ડિરેક્ટ કરનાર અર્જુન વરૈન સિંહની પસંદગી કરવામાં આવી છે. અર્જુનને લાગે છે કે ‘ખો ગઅે હમ કહાં’ની હિરોઇન અનન્યા ‘ગલી બૉય’ની સીક્વલ માટે પર્ફેક્ટ લીડ છે. વિકીનું નામ પણ આ પ્રોજેક્ટ સાથે લાંબા સમયથી સંકળાયેલું છે. ચાલો જોઈએ આ ત્રણેય મળીને ‘ગલી બૉય’નો જાદુ ફરીથી જગાવી શકે છે
કે નહીં?
‘ગલી બૉય’ની સીક્વલ સાથે સંકળાયેલી વ્યક્તિએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું છે કે ‘આ સીક્વલમાં મૂળ ફિલ્મના કલાકારો રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળે એની શક્યતા ધૂંધળી છે. જોકે આ સીક્વલ સફળ થઈ તો આ સિરીઝમાં ત્રીજી ફિલ્મ બની શકે છે.’