‘વેદા’માં સોસાયટીની ઝલક જોવા મળશે : નિખિલ અડવાણી

08 February, 2024 06:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બારમી જુલાઈએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ નિખિલ અને જૉનની ત્રીજી ફિલ્મ છે.

જોન અબ્રાહમ

ફિલ્મમેકર નિખિલ અડવાણીનું કહેવું છે કે જૉન એબ્રાહમની આગામી ફિલ્મ ‘વેદા’માં સોસાયટીની ઝલક જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શર્વરી વાઘ જોવા મળશે. બારમી જુલાઈએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ નિખિલ અને જૉનની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ વિશે વાત કરતાં નિખિલે કહ્યુ કે ‘અમારી ‘વેદા’ ફક્ત એક ફિલ્મ નથી. આ ફિલ્મને સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે અને એમાં સોસાયટીની ઝલક જોવા મળશે. અમે વાસ્તવિકતાની બાઉન્ડરીને પણ પુશ કરવાની કોશિશ કરી છે. જૉન, શર્વરી અને અભિષેક બૅનરજી સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ જણાવવાની મને ખુશી છે. અમે પહેલી વાર ‘વેદા’ની સ્ટોરી સાંભળીને ચોંકી ગયા હતા એ જ રીતે દર્શકોને પણ એ અનુભવ મળે એવી આશા છે.’

entertainment news bollywood news bollywood buzz john abraham