midday

ટાઇગર અને જાહ‍્નવીની ‘ડેડલી’માં વિલન બનશે વરુણ ધવન?

06 January, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલું આ એક અસૅસિન સિનેમૅટિક યુનિવર્સ છે
વરુણ ધવન

વરુણ ધવન

કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘ડેડલી’માં વરુણ ધવન વિલન બનશે એવી ચર્ચા ચાલી રહી છે. ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલું આ એક અસૅસિન સિનેમૅટિક યુનિવર્સ છે. આ ફિલ્મને ‘ગુડ ન્યુઝ’ અને ‘જુગ જુગ જીયો’ને ડિરેક્ટ કરનાર રાજ મેહતા ડિરેક્ટ કરશે. આ ફિલ્મની સ્ટોરી અનુરાગ કશ્યપે લખી છે. જાહ‍્નવી કપૂર હાલમાં જ ‘કૉફી વિથ કરણ’માં આવી હતી ત્યારે કરણે કહ્યું હતું કે તે એક બિગ બજેટ ફિલ્મમાં કામ કરી રહી છે, પરંતુ એ વિશે હાલમાં વાત કરી શકાય એમ નથી. આથી આ ફિલ્મ ‘ડેડલી’ હોવાના ચાન્સ વધુ છે. ટાઇગર અને જાહ‍્નવી આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરશે તેમ જ આ ફિલ્મની સ્ટારકાસ્ટને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવતાં એમાં વિલનનું પાત્ર વરુણ ધવન ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ વિશે ઑફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ બહુ જલદી એ કરવામાં આવશે.

Whatsapp-channel
upcoming movie tiger shroff jhanvi kapoor varun dhawan karan johar dharma productions entertainment news bollywood bollywood news