વરુણ ફિલ્મોમાં નહીં, બૅન્કમાં કામ કરે એવી તેની મમ્મીની ઇચ્છા હતી : ડેવિડ ધવન

31 July, 2024 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણે ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી

ડેવિડ ધવન, વરુણ ધવન

વરુણ ધવનની મમ્મી લાલી ધવનની ઇચ્છા હતી કે તેમનો દીકરો ફિલ્મમાં નહીં, બૅન્કમાં કામ કરે. વરુણે ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. આ પહેલાં તેણે ૨૦૧૦માં આવેલી શાહરુખ ખાનની ‘માય નેમ ઇઝ ખાન’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. જોકે ફિલ્મોમાં કામ કરતાં પહેલાં વરુણ જ્યારે વિદેશથી સ્ટડી પૂરી કરીને ઘરે આવ્યો ત્યારે તેના પિતા વરુણ ધવને ભવિષ્યમાં શું કરવું છે એ વિશે પૂછ્યું હતું. આ વિશે ડેવિડ ધવન કહે છે, ‘ભવિષ્યના પ્લાન વિશે મેં જ્યારે વરુણને પૂછ્યું ત્યારે લાલીએ કહ્યું હતું કે આજકાલ દરેક લોકો બૅન્ક-જૉબ લઈ રહ્યા છે. અમે ક્યારેય ફિલ્મો વિશે વાત જ નહોતી કરી.’

varun dhawan david dhawan entertainment news bollywood bollywood news