20 December, 2024 06:16 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં કલાકારો
બૉલીવુડના કલાકારોમાં એક ફૅશન થઈ ગઈ છે કે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા અમદાવાદ જાઓ ત્યારે ગુજરાતી થાળી સાથેનો પોતાનો ફોટો પડાવવો. આવું જ કંઈક વરુણ ધવન અને વામિકા ગબ્બીએ કર્યું છે જેઓ ગઈ કાલે તેમની આગામી ફિલ્મ ‘બેબી જૉન’ને પ્રમોટ કરવા અમદાવાદ ગયાં હતાં. બન્નેએ સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ પર જઈને પણ ફોટો પડાવ્યો હતો. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે.