06 April, 2023 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાણી કેમ માર્શલ આર્ટ્સ શીખી રહી છે?
વાણી કપૂરે હાલમાં જ તેની માર્શલ આર્ટ્સની ટ્રેઇનિંગનો વિડિયો શૅર કર્યો છે. તેણે હાલમાં જ તેની વેબ-સિરીઝ ‘મંડલા મર્ડર્સ’ની જાહેરાત કરી છે. તે છેલ્લે ‘શમશેરા’માં જોવા મળી હતી. તેની હવે ‘સર્વગુણ સંપન્ન’ સોશ્યલ-કૉમેડી ફિલ્મ આવી રહી છે. જોકે તે માર્શલ આર્ટ્સની ટ્રેઇનિંગ શું કામ લઈ રહી છે એ એક સવાલ છે. તે તેના ફૅન્સ માટે નવો પ્રોજેક્ટ લઈને આવી રહી હોય એવું બની શકે છે. આ વિડિયો શૅર કરીને વાણીએ કૅપ્શન આપી હતી કે ‘નવી શરૂઆત કરી રહી છું. શું મને અત્યારે જ બ્લૅક બેલ્ટ મળી શકે?’