US ની સ્વિમિંગ ટીમે કર્યું ‘તાલ સે તાલ મિલા’ ગીત પરફોર્મ, વીડિયો જોઈ સુભાષ ઘઈ પણ થયા ખુશ

06 August, 2024 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

US Swimming Team Performs on Taal Se Taal Mila song: ઐશ્વર્યા રાયની ફિલ્મના આ ગીત પર અમેરિકાની આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમે પરફોર્મ કરતાં આ વીડિયોને શૅર કરીને સુભાષ ઘાઈએ પ્રતિક્રિયા આપી છે.

અમેરિકાની આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમ અને ઐશ્વર્યા રાય બચ્ચન (તસવીર સૌજન્ય: મિડ-ડે)

ફ્રાન્સના પેરિસમાં 2024 ની ઑલમ્પિક્સ (US Swimming Team Performs on Taal Se Taal Mila song) સ્પર્ધાની ચર્ચા તો સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ સાથે ઑલમ્પિક્સ ગેમ્સ ઈવેન્ટમાં ભારતના ખેલાડીઓ પણ પોતાના શાનદાર પર્ફોર્મન્સથી હેડલાઇન્સમાં આવ્યા છે. જો કે આ બધા સ્પોર્ટ્સ વચ્ચે અમેરિકાની આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમે એક બૉલિવૂડ ફિલ્મના ગીત પર પરફોર્મ કરવાના એક જૂના વીડિયોએ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઐશ્વર્યા રાયની ફિલ્મના આ ગીત પર અમેરિકાની આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમે પરફોર્મ કરતાં આ વીડિયોને શૅર કરીને ફિલ્મ મેકરે પણ પ્રતિક્રિયા આપી છે.

વર્ષ 1999 માં આવેલી ઐશ્વર્યા રાય સ્ટારર સુપર હિટ ફિલ્મ ‘તાલ’ ના ગીત ‘તાલ સે તાલ મિલા’ના (US Swimming Team Performs on Taal Se Taal Mila) મ્યુઝિક થીમ પર યુએસ આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમના પર્ફોર્મન્સનો એક જૂનો વીડિયો વાયરલ થયા પછી, પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ સોમવારે તેને શૅર કરીને પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સુભાષ ઘઈએ લખ્યું અમેરિકાની ટીમે ફેબ્રુઆરીમાં દોહા 2024 વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ ફિલ્મના ગીત પર પ્રદર્શન કર્યું હતું. 79 વર્ષીય દિગ્દર્શકે કહ્યું કે હિન્દી ફિલ્મનું સંગીત આટલું "પ્રતિષ્ઠિત" બને એ દુર્લભ વાત છે.

સુભાષ ઘઈએ આગળ લખ્યું "તાલ` જેવું હિન્દી ફિલ્મ થીમ મ્યુઝિક આઇકોનિક (US Swimming Team Performs on Taal Se Taal Mila) બને ત્યારે ભાગ્યે જ એવું બને છે. તે વર્લ્ડ એક્વાટીક્સ દોહા 2024માં જોવા મળ્યું હતું જેણે યુએસએ આર્ટિસ્ટિક સ્વિમિંગ ટીમને તાલના સંગીત પર તેમનું અનોખું પ્રદર્શન પ્રદર્શિત કરવા પ્રેરણા આપી હતી. હું ધન્યતા અનુભવું છું..." ઘઈએ એક સ્ટોરીની લિંક શૅર કરીને લખ્યું. વીડિયોમાં, મહિલા સ્વિમર્સ ગ્રુપે `તાલ સે તાલ મિલા` ગીતના ટાઇટલ સંગીત પર પરફોર્મ કર્યું હતું. આ આઇકોનિક ગીત, એઆર રહેમાન દ્વારા રચિત અને આનંદ બક્ષી દ્વારા લખાયેલ, અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણે ગાયું છે. ફિલ્મમાં આ ગીત પર ઐશ્વર્યા રાયે ડાન્સ કર્યો હતો.

ઘઈની આ ટ્વીટણે લઈએ સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વીડિયોને પોસ્ટ કરીણે એઆર રહેમાનના (US Swimming Team Performs on Taal Se Taal Mila) સંગીતની પ્રશંસા કરી અને આ સિદ્ધિની ઉજવણી કરી. એક યુઝરે લખ્યું, "તાલ સે તાલ કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે યોગ્ય છે... એઆર ખરેખર ભારતીય સંગીતનો ચહેરો છે." ખૂબ સરસ!, બીજા યુઝરે ઉમેર્યું, "આ બધા ભારતીયો અને ચોક્કસપણે ભારતીય સંગીત રોક્સ માટે ગૌરવની ક્ષણ છે," 1999ની ફિલ્મ `તાલ`માં ઐશ્વર્યા રાય, અક્ષય ખન્ના અને અનિલ કપૂરે લીડ રોલમાં જોવા મળ્યા હતા. તેમાં આલોક નાથ, મીતા વશિષ્ઠ અને અમરીશ પુરી પણ હતા. આ ફિલ્મ તેના સંગીત, દિગ્દર્શન અને પ્રદર્શન માટે ઘણા પુરસ્કારો અને વખાણ મેળવતા તેના રિલીઝ પછી એક મોટી હિટ સાબિત થઈ હતી.

paris olympics 2024 shubhangi atre taal aishwarya rai bachchan Olympics ar rahman viral videos bollywood news bollywood