ઇસ્તાંબુલની સેવન સ્ટાર હોટેલમાં પર્ફોર્મ કરવાના ૭ કરોડ રૂપિયા મળ્યા ઉર્વશી રૌતેલાને?

20 October, 2024 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇસ્તાંબુલના આ શોમાં ઉર્વશીએ બૉલીવુડનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરીને સૌને ડોલાવી દીધા હતા

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા હાલમાં જ ટર્કીના ઇસ્તાંબુલમાં પર્ફોર્મ કરી આવી. હિન્દી ફિલ્મોમાં ઉર્વશી ખાસ કંઈ જગ્યા નથી બનાવી શકી, પણ દેશ-વિદેશમાં શો કરીને તે ધૂમ કમાણી કરે છે. ઇસ્તાંબુલની સેવન સ્ટાર હોટેલ ફોર સીઝન્સમાં પર્ફોર્મ કરવાના પણ તેને ૭ કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. ઇસ્તાંબુલના આ શોમાં ઉર્વશીએ બૉલીવુડનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરીને સૌને ડોલાવી દીધા હતા.

urvashi rautela istanbul turkey entertainment news bollywood bollywood news