02 June, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રાઉતેલા
ઉર્વશી રાઉતેલા સોશ્યલ મીડિયામાં થતા ટ્રોલિંગને વધુ મહત્ત્વ નથી આપતી. તે પોતાના કામ પર વધુ ધ્યાન આપે છે. તાજેતરમાં જ તેણે ફ્રાન્સમાં આયોજિત કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. તેને અનેક વખત ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. એનો સામનો કઈ રીતે કરે છે એ વિશે ઉર્વશી કહે છે, ‘ટ્રોલિંગને ડીલ કરવાનો સૌથી સારો ઉપાય એ છે કે એના તરફ ધ્યાન ન આપવું. આવું મારું માનવું છે. હું ખૂબ બિઝી છું. જે પ્રકારે મારું હેક્ટિક શેડ્યુલ છે એને જોતાં તો હું મારો સમય આવી નિરર્થક બાબતો પર વેડફવા નથી માગતી. એથી તમે જ્યારે એના પર ધ્યાન ન આપો તો ટ્રોલ થવાનો સવાલ જ નથી આવતો. આવી રીતે હું ટ્રોલ્સ સાથે ડીલ કરું છું.’