WIBA ગ્લોબલ ગાલા અવૉર્ડ મેળવનારી પહેલી ઇન્ડિયન આર્ટિસ્ટ બની ઉર્વશી

27 May, 2024 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

WIBA એટલે વર્લ્ડ ઇન્ફ્લુઅન્સર્સ ઍન્ડ બ્લૉગર્સ અવૉર્ડ્‍સ

ઉર્વશી રાઉતેલા

કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં WIBA ગ્લોબલ ગાલા અવૉર્ડથી સન્માનિત થનારી ઉર્વશી રાઉતેલા પહેલી ભારતીય કલાકાર બની ગઈ છે. WIBA એટલે વર્લ્ડ ઇન્ફ્લુઅન્સર્સ ઍન્ડ બ્લૉગર્સ અવૉર્ડ્‍સ. સોશ્યલ મીડિયામાં લોકો પર પ્રભાવ પાડનારી પર્સનાલિટીઝને આ અવૉર્ડ આપવામાં આવે છે. અગાઉ આ અવૉર્ડ ઇલૉન મસ્કને આપવામાં આવ્યો હતો. તેઓ ટેસ્લા કંપનીના ફાઉન્ડર છે. WIBA ગ્લોબલ ગાલા અવૉર્ડ મેળવ્યા બાદ ઉર્વશી કહે છે, ‘હું આ સફળતા માટે મારી ફૅમિલીનો અને ફ્રેન્ડ્સનો આભાર માનું છું. થૅન્ક યુ સો મચ WIBA.’

cannes film festival urvashi rautela entertainment news bollywood bollywood news