midday

ઉર્મિલા માતોંડકરનો કંગના રનોટ પર પ્રહાર: હિમાચલ છે ડ્રગ્સનું કેન્દ્ર

16 September, 2020 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉર્મિલા માતોંડકરનો કંગના રનોટ પર પ્રહાર: હિમાચલ છે ડ્રગ્સનું કેન્દ્ર
કંગના રનોટ, ઉર્મિલા માતોંડકર

કંગના રનોટ, ઉર્મિલા માતોંડકર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ પછી સગાવાદના મુદ્દે શરૂ થયેલી ચર્ચા જૂથવાદ, ક્લાસિક્સ અને હવે ડ્રગ્સ સુધી પહોંચી ગઈ છે. અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) ક્યારેક મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરે છે તો ક્યારેક બૉલીવુડ સેલેબ્ઝ પર ડ્રગ્સનો આક્ષેપ કરે છે. બૉલીવુડના ડ્રગ કનેક્શન અંગે સંસદમાં પહેલા રવિ કિશન (Ravi Kishan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના નિવેદનો પછી આ મામલો વધતો જ જાય છે. હવે પીઢ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmia Matondkar)એ કંગના રનોટ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, કંગના રનોટ વિક્ટિમ કાર્ડ રમવાનું બંધ કરે.

તાજેતરમાં એક ચેનલ સાથે વાત કરતા પીઢ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે, કંગના રનોટ વગર કારણે ક્યારેક વિક્ટિમ તો ક્યારેક વુમન કાર્ડ રમી રહી છે. આખો દેશ ડ્રગ્સનો સામનો કરી રહ્યો છે. શું તે જાણે છે કે ડ્રગ્સની ઉત્પત્તિ હિમાચલથી થઈ છે. જો તેને ડ્રગ્સ સામે લડવું જ છે તો પહેલા પોતાના રાજ્ય હિમાચલ પ્રદેશથી જ શરૂઆત કરવી જોઈએ. કરદાતાઓના નાણાથી તેને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા શા માટે આપવામાં આવી? હજી સુધી તેને ડ્રગ્સ સંબંધિત નામોનો ખુલાસો નથી કર્યો..

કંગના રનોટે મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી તે વિશે અભિનેત્રીએ કહ્યું હતું કે, એમા કોઈ જ શક નથી કે મુંબઈ શહેર બધાનું છે. જેને પણ આ શહેરને પ્રેમ કર્યો તેને આ શહેરે સામે એટલું જ વળતર આપ્યું છે. આ શહેરની દીકરી હોવાથી હું આ ટીપ્પણીને અપમાનજનક ઘણું છું. જ્યારે તમે આ શહેર વિશે આવા નિવેદનો આપતા હોવ ત્યારે તે ફક્ત શહેર માટે જ નહીં પરંતુ અહીંના લોકો માટે પણ છે.

વધુમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હંમેશા ચીસો પાડતી હોય તો તેનો અર્થ એ નથી કે તે સાચું કહે છે. કેટલાક લોકોને હંમેશાં બૂમો પાડવાની ટેવ હોય છે. પ્રથમ તે વિક્ટિમ કાર્ડ રમે છે પછી તેમા નિષ્ફળ જાય છે એટલે વુમન કાર્ડ રમે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut urmila matondkar