17 April, 2023 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે (Uorfi Javed Threaten) રવિવારે તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર તેના ચાહકો સાથે એક એવી ઘટના શૅર કરી કે જેણે તેણીને હચમચાવી દીધી. રિયાલિટી શૉ સ્ટારે ખુલાસો કર્યો હતો કે તેણીને ફિલ્મ નિર્માતા નીરજ પાંડેની ઑફિસમાંથી હોવાનો દાવો કરનાર કોઈનો ફોન આવ્યો હતો, જેણે તેણી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ધમકી પણ આપી હતી.
તેના ટ્વિટર એકાઉન્ટ પર ઉર્ફી જાવેદે ઘટના વર્ણવી અને લખ્યું કે, “તો હા, આજે મને નીરજ પાંડેના આસિસ્ટન્ટ હોવાનો દાવો કરનાર કોઈ શખ્સનો ફોન આવ્યો હતો. તેણે મને મળવા માટે પૂછ્યું હતું, જ્યારે મેં ના પાડી અને તે વ્યક્તિની સત્યતા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારે તે અપશબ્દો બોલવા આળગ્યો અને મને મારવાની ધમકી આપી હતી.”
રિયાલિટી સ્ટારે વધુમાં ઉમેર્યું હતું કે તેણી પાસે તેના ફોન કોલ રેકોર્ડિંગ્સ છે અને યુવાનોને ચેતવણી આપી છે કે તેઓ પણ કામના બહાને તેમને મળવાનું કહેનાર વ્યક્તિની તપાસ કરે. ઉર્ફી જાવેદે તેના ટ્વિટર પર લખ્યું હતું કે, “તમામ યુવાનોને માત્ર એક સંદેશ છે કે તે વ્યક્તિની કાયદેસરતાની ચકાસણી કરતાં પહેલાં કામના બહાને કોઈને મળશો નહીં. ઇસ્તેમાલ કરને વાલે બહોત લોગ હૈ ઇસ દુનિયા મેં. કોલ રેકોર્ડિંગ માટે ભગવાનનો આભાર, મારી પાસે બધું રેકોર્ડ પર છે.”
તેણીના ટ્વીટ્સ પછી તરત જ, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર પ્રતિક્રિયા આપવા માટે ઉર્ફી જાવેદની પોસ્ટના કૉમેન્ટ સેક્શનમાં ગયા હતા. એક યુઝરે લખ્યું કે, “આભાર જરા સાવચેત રહો. તમારે આ દુનિયા સાથે લડવું પડશે, તેથી તમારે સુરક્ષિત રહેવું પડશે.”
આ પણ વાંચો: કાર્તિકને મળી બ્યુટિફુલ કંપની
ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કારમાં પોતાનો એક વીડિયો પણ શૅર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “મારા જીવનમાં આપનું સ્વાગત છે! નવા દિવસે, વધુ એક હેરાન કરનાર. હું સામાન્ય રીતે આવા કૉલ્સની અવગણના કરું છું, પરંતુ આ વખતે તે મારી કારનો નંબર જાણતો હતો અને પહેલા તેણે મને મીટિંગ માટે બોલાવી હતી અને જ્યારે મને ખબર પડી કે આ એક કૌભાંડ છે, ત્યારે તેણે મને ધમકાવવાનું શરૂ કર્યું, આ બધું ત્યારે બન્યું જ્યારે હું ખૂબ જ બીમાર હતી.”