અક્ષય ઑબેરૉયનો અનોખો અવતાર

25 August, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યસ, એ જોવા મળશે ‘ધોઝ પ્રાઇઝી ઠાકુર ગર્લ્સ’માં

અક્ષય ઑબેરોય

અક્ષય ઑબેરૉયે હાલમાં જ ‘ધોઝ પ્રાઇઝી ઠાકુર ગર્લ્સ’નું શૂટિંગ પૂરું કર્યું છે. અનુજા ચૌહાણ દ્વારા લખવામાં આવેલી બુક આધારિત આ શો બનાવવામાં આવ્યો છે. અક્ષયે આ શોનું ફાઇનલ શેડ્યુલ પણ પૂરું કરી લીધું છે. તે આ શોમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે. આ વિશે અક્ષયે કહ્યું કે ‘આ શોની રિલીઝને લઈને હું ખૂબ ઉત્સાહી છું. મને ખુશી છે કે અમે સફળતાપૂર્વક આ શોનું શૂટિંગ પૂરું કર્યું છે. 
આ શો દ્વારા મેં પોતાને અલગ રીતે એક્સપ્લોર કર્યો છે. આ શોમાં મારું પાત્ર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news akshay oberoi