ટ્રાફિકથી બચવા ટ્રેનમાં પ્રવાસ કર્યો તુષાર કપૂરે

28 May, 2024 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં જ તુષાર કપૂરે લોકલ ટ્રેનનો પ્રવાસ કર્યો હતો

તુષાર કપૂરે લોકલ ટ્રેનનો પ્રવાસ કર્યો

મુંબઈના ટ્રાફિકથી લોકો કંટાળી ગયા છે. એમાંથી તો સેલિબ્રિટીઝ પણ બાકાત નથી. તાજેતરમાં જ તુષાર કપૂરે લોકલ ટ્રેનનો પ્રવાસ કર્યો હતો. ટ્રાફિકથી છુટકારો મળે એ માટે કેટલીક સેલિબ્રિટીઝને ટ્રેન કાં તો મેટ્રોનો પ્રવાસ કરવામાં સમજદારી લાગે છે.

થોડા સમય પહેલાં હેમા માલિની, અક્ષયકુમાર, વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને હૃતિક રોશન પણ મેટ્રોની યાત્રા કરી ચૂક્યાં છે. હવે લોકલ ટ્રેનની યાત્રાની નાનકડી ઝલક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કરીને તુષારે લખ્યું કે ‘જો વિરાર-ચર્ચગેટવાળી રેલવેની ફર્સ્ટ ક્લાસ સીટ પર બેઠા હો તો એક સેલ્ફી-વિડિયો તો લેવો જ જોઈએ. મુંબઈના અંતરિયાળ વિસ્તારમાં શૂટિંગ હતું. જ્યાં ચાહ હોય ત્યાં રાહ હોય છે. એથી ભયંકર ટ્રાફિકથી બચવા માટે ટ્રેનમાં પ્રવાસ કર્યો.’

tusshar kapoor mumbai local train bollywood buzz bollywood news bollywood events bollywood entertainment news