અગાઉનાં ૭ અઠવાડિયાંનો બિઝનેસ હવે ૭ દિવસમાં થઈ ગયો તુમ્બાડનો

21 September, 2024 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ વર્ષ પહેલાંના ૧૩.૪૮ કરોડ રૂપિયા સામે ગુરુવાર સુધીમાં ૧૩.૪૪ કરોડ રૂપિયાનું કલેક્શન થઈ ગયું

ફિલ્મનો સીન

૨૦૧૮માં જ્યારે હૉરર ફિલ્મ ‘તુમ્બાડ’ રિલીઝ થયેલી ત્યારે એણે સાતમા વીક-એન્ડ સુધીમાં ૧૩.૪૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે અત્યારે ઑલમોસ્ટ આટલો બિઝનેસ આ ફિલ્મે માત્ર ૭ દિવસમાં કરી નાખ્યો છે. ‘તુમ્બાડ’ રી-રિલીઝ થઈ એને ગુરુવારે ૭ દિવસ પૂરા થયા અને આટલા દિવસમાં એનો બિઝનેસ ૧૩.૪૪ કરોડ રૂપિયા થયો હતો. ગઈ કાલે નૅશનલ સિનેમા ડે પર માત્ર ૯૯ રૂપિયાની ટિકિટ હતી એટલે આ ફિલ્મને સારીએવી સંખ્યામાં દર્શકો મળ્યા હશે એવી ધારણા હતી.

box office entertainment news bollywood bollywood news