29 August, 2024 08:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લોભ વ્યક્તિનું શું કરી શકે છે તે હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ (Tumbbad)માં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ એક શ્રાપની વાર્તા છે જેમાં હસ્તર ખજાનાની રક્ષા કરે છે. પરંતુ હેન્ડગન વડે ખજાનો કેવી રીતે બહાર કાઢવામાં આવ્યો તે જોઈને સહુ કોઈ અચંબિત થઈ ગયા છે. આ ફિલ્મમાં વિનાયક રાવ (Vinayak Rao)ની ભૂમિકા અભિનેતા સોહમ શાહ (Sohum Shah) ભજવી છે. તાજેતરમાં અભિનેતાએ કરેલા એક પોસ્ટે ફિલ્મ `તુમ્બાડ` (Tumbbad Re-release) ફરીથી રિલીઝ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
‘સ્ત્રી 2’ (Stree 2) અને ‘મુંજ્યા’ (Munjya)ની સફળતા બાદ સોહમ શાહે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ કરી છે જેના પછી `તુમ્બાડ 2` (Tumbbad 2)ના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યાં છે.
`તુમ્બાડ` એક્ટર સોહમ શાહે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક રોમાંચક તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું- `ચિલિંગ વિથ હસ્તર.` આ ફોટો પછી લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યો કે શું આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં આવવાની છે કે પછી `તુમ્બાડ 2` આવવાની છે.
આ છે સોહમ શાહની એ પોસ્ટઃ
તસવીરમાં સોહમ શાહ `તુમ્બાડ`ના એક નાટકીય દ્રશ્યમાં બતાવવામાં આવ્યો છે, જેમાં રાક્ષસ હસ્તર તેને પાછળથી જોઈ રહ્યો છે. ફોટોનો શ્યામ અને નાટકીય દેખાવ અને રહસ્યમય કેપ્શન સૂચવે છે કે આ પોસ્ટમાં કંઈક વધુ છુપાયેલ હોઈ શકે છે. લોકો આ પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને સોહમને પૂછી રહ્યા છે કે શું આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે?
તમને જણાવી દઈએ કે, ભયાનકતા અને કાલ્પનિકતાના મિશ્રણને કારણે `તુમ્બાડ` એક કલ્ટ ક્લાસિક છે. સોહમ શાહની તસવીરે ફિલ્મના ચાહકો અને ઈન્ડસ્ટ્રીના લોકોને ઉત્સાહિત કર્યા છે. ફિલ્મની ડરામણી છબી અને આ નવી ઝલક સૂચવે છે કે તે તેની રહસ્યમય દુનિયા સાથે પાછી ફરી શકે છે.
જોકે, આ બાબતે સોહમ શાહે હજુ સુધી કોઈ માહિતી આપી નથી, પરંતુ તેમની પોસ્ટે ભારે ઉત્સુકતા પેદા કરી છે. શું આ સંકેત છે કે `તુમ્બાડ` થિયેટરોમાં ફરી રીલીઝ શકે છે અને પ્રેક્ષકોને તેની હોરર સ્ટોરી ફરીથી જોવાની તક મળશે? સસ્પેન્સના વધતા સ્તર સાથે ચાહકોએ વધુ અપડેટ્સની રાહ જોવી પડશે.
નોંધનીય છે કે, વર્હ ૨૦૧૮માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ `તુમ્બાડ`ને બોક્સ ઓફિસ (Box Office) પર જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મ સોહમ શાહ (Sohum Shah)એ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. જો હવે તે ફિલ્મનો બીજો ભાગ આવશે તો તે પણ અજાયબી કરશે તેમાં કોઈ જ શંકા નથી. આ ફિલ્મના બીજા ભાગની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ એક પોસ્ટની ફરી ચાહકોની ઉત્સુકતામાં અનેકગણો વધારો થયો છે.