03 July, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુલસી કુમાર
સિંગર તુલસી કુમારે ‘પસૂરી’ ગીત ગાયું એટલે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે, કેમ કે ગીત ગાતી વખતે તે એના લિરિક્સ ભૂલી ગઈ હતી. એથી સોશ્યલ મીડિયામાં તેની નિંદા શરૂ થવા લાગી હતી. તુલસી કુમારની વાત કરીએ તો તે ગુલશન કુમારની દીકરી છે અને ટી-સિરીઝની બાગડોર સંભાળનાર ભૂષણ કુમારની તે બહેન છે. તુલસી કુમારને લઈને સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘ભારત તરફથી અમે પાકિસ્તાનની માફી માગીએ છીએ. મને લાગે છે કે અનેક ભારતીયો આ વાતથી સહમત હશે. અમારા તરફથી આ દુર્લભ માફીનામું છે.’
તો અન્ય સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘તમામ લોકોને જણાવી દઉં કે તે ગુલશન કુમારની દીકરી અને ભૂષણ કુમારની બહેન છે. એથી આપણે કોઈ પણ પ્રકારે અને આપણો ખરો વિચાર જણાવીને તેને અટકાવવાનો પ્રયાસ કરીશું અથવા તેની નિંદા કરીશું તો પણ તે અટકવાની નથી. નેપોટિઝમનું તે સચોટ ઉદાહરણ છે. દરેક ટૅલન્ટેડ આર્ટિસ્ટ્સની તક તે છીનવી લે છે.’
અન્યએ લખ્યું કે ‘તેનો ભાઈ લૅબ ધરાવે છે અને તે સતત એમાં એક્સપરિમેન્ટ કરતી રહે છે. એના કારણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને વેઠવાનું આવે છે.’