11 March, 2023 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ બે દિવસમાં ૨૬.૦૭ કરોડનો બિઝનેસ કર્યો છે. આ રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ૮ માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હી અને સ્પેનમાં કરવામાં આવ્યું હતું. બુધવારે આ ફિલ્મે ૧૫.૭૩ કરોડ અને ગુરુવારે ૧૦.૩૪ કરોડની સાથે કુલ મળીને ૨૬.૦૭ કરોડનો વકરો કરી લીધો છે. વીક-ઍન્ડમાં આ ફિલ્મના બિઝનેસમાં વધારો થાય એવી શક્યતા છે.