અક્ષયકુમારના શિવાજી મહારાજના લુકને લઈને શરૂ થઈ ગયું ટ્રોલિંગ

08 December, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ લુકમાં તેની ઉપર જે ઝગમગતું ઝુમ્મર દેખાય છે એને લઈને લોકો સવાલ કરી રહ્યા છે કે એની શું જરૂર હતી? એ સીનની શું જરૂર હતી? લોકોનું માનવું છે કે શિવાજી મહારાજનો કાર્યકાળ ૧૬૩૦થી ૧૬૮૦ સુધીનો હતો અને એ વખતે બલ્બ શોધાયો નહોતો

અક્ષયકુમારના શિવાજી મહારાજના લુકને લઈને શરૂ થઈ ગયું ટ્રોલિંગ

અક્ષયકુમારના શિવાજી મહારાજના લુકને લઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તે આગામી મરાઠી ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’માં છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં દેખાવાનો છે. એનો ફર્સ્ટ લુક આવતાં જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એ લુકમાં તેની ઉપર જે ઝગમગતું ઝુમ્મર દેખાય છે એને લઈને લોકો સવાલ કરી રહ્યા છે કે એની શું જરૂર હતી? એ સીનની શું જરૂર હતી? લોકોનું માનવું છે કે શિવાજી મહારાજનો કાર્યકાળ ૧૬૩૦થી ૧૬૮૦ સુધીનો હતો અને એ વખતે બલ્બ શોધાયો નહોતો. તો કેટલાક લોકોનું કહેવું છે કે આ ઐતિહાસિક ફિલ્મ છે અને મેકર્સે ટાઇમિંગ સાથે ગરબડ કરી છે. એથી તેમને થોડું રિસર્ચ કરવાની જરૂર હતી. તો અમુકનું કહેવું છે કે આ રોલ માટે શરદ કેળકર યોગ્ય હતો. અગાઉ પણ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને લઈને અક્ષયકુમારને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

entertainment news bollywood news akshay kumar