ટોટલ ટાઈમપાસ : કહેવાતા બૉયફ્રેન્ડ અગસ્ત્ય સાથે ડિનર પર નીકળી સુહાના ખાન

25 July, 2024 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક કાર ડ્રાઇવ કરી રહ્યો છે અને તેની બાજુની સીટ પર અગસ્ત્ય બેઠો છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનું રિલેશન અગસ્ત્ય નંદા સાથે હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનનો દીકરો છે અગસ્ત્ય. સુહાના અને અગસ્ત્યએ ડિસેમ્બરમાં આવેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. એ વખતથી જ તેમની વચ્ચે નિકટતા વધી હતી. આ બન્ને અનેક વખત સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળ્યાં છે. હવે સુહાના અને અગસ્ત્ય સાથે ડિનર પર ગયાં હતાં. તેમની સાથે અભિષેક બચ્ચન અને અગસ્ત્યની બહેન નવ્યા નવેલી નંદા પણ જોડાઈ ગઈ હતી. સોશ્યલ મીડિયામાં તેમનો વિડિયો જોવા મળે છે જેમાં અભિષેક કાર ડ્રાઇવ કરી રહ્યો છે અને તેની બાજુની સીટ પર અગસ્ત્ય બેઠો છે. તો પાછલી સીટ પર સુહાના અને નવ્યા નવેલી નંદા છે. 

કાશ્મીરના કુદરતી વાતાવરણનો ભરપૂર આનંદ લઈ રહી છે સારા

સારા અલી ખાન હાલમાં કાશ્મીર પહોંચી ગઈ છે. ત્યાંના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. કાશ્મીરના સ્થાનિક લોકો સાથે તે ખૂબ એન્જૉય કરી રહી છે. તેણે કાશ્મીરની રોટલી, ત્યાંનું ફેમસ પીણું કાહવા અને ચા પણ ચાખ્યાં હતાં. કાહવા એટલે તજ, એલચી, સ્ટાર એનિસ, મધ અને કેસરથી બનાવેલું પીણું. તેણે શૅર કરેલા ફોટોમાં તે વહેતી નદીનો પણ આનંદ લઈ રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી, આ શાંતિનો ભાગ છે.

હિનાનો બૉયફ્રેન્ડ તેના પડખે અડીખમ ઊભો છે સેલ્ફી શૅર કરીને રૉકીને ગણાવ્યો પોતાની સ્ટ્રેન્ગ્થ 

હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર નિદાન થતાં એની સાથે જોડાયેલી જર્નીને તે સતત સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. સાથે જ આ બીમારીથી પીડાતા લોકોનું પણ મનોબળ વધારે છે. હિનાના કપરા સમયમાં તેનો બૉયફ્રેન્ડ રૉકી જયસ્વાલ તેના પડખે અડીખમ ઊભો છે. થોડા સમય પહેલાં રૉકીએ જણાવ્યું હતું કે તેને હંમણાં લગ્નની કોઈ ઉતાવળ નથી. હિનાની સારવાર પૂરી થાય ત્યાં સુધી તે રાહ જોવા તૈયાર છે. રૉકી સાથે સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી, ‘તું બેસ્ટ છે. તારા પર હંમેશાં ઉપરવાળાની મહેરબાની રહે. તું મારી તાકાત છે.’

ક્રિશનકુમારના ખોળામાં રડી પડ્યો સોનુ નિગમ

ટી-સિરીઝના સહમાલિક ક્રિશનકુમારની દીકરી ટિશાની પ્રાર્થનાસભામાં સોનુ નિગમે હાજરી આપી હતી. તે ક્રિશનકુમારના ખોળા પાસે બેસીને ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. ટિશા ફક્ત ૨૧ વર્ષની હતી અને કૅન્સરથી પીડાઈ રહી હતી. તેની જર્મનીમાં ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને ત્યાં જ મૃત્યુ થયું હતું. સોનુ છેલ્લાં ૩૦ વર્ષથી ટી-સિરીઝ સાથે કામ કરતો આવ્યો છે અને તેમના ફૅમિલીસભ્ય જેવો છે. આ પ્રાર્થનાસભામાં બૉબી દેઓલ, ફરહાન અખ્તર, કાર્તિક આર્યન, અનિલ કપૂર અને રિતેશ દેશમુખ પણ તેમના દુઃખમાં સહભાગી થવા માટે આવ્યા હતા.

suhana khan agastya nanda Shah Rukh Khan bollywood buzz bollywood gossips bollywood entertainment news sara ali khan hina khan sonu nigam