ટોટલ ટાઇમપાસ: યુનાઇટેડ કિંગડમના બિઝનેસમૅનને ડેટ કરી રહી છે ક્રિતી સૅનન?

30 July, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Total Timepass: વિકીને કારણે કૅટરિનાની અંદરનો ફોટોગ્રાફર જાગી ગયો; પોતાને આલીશાન કાર ગિફ્ટ કરી સંજય દત્તે અને વધુ સમાચાર

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ક્રિતી સૅનનનાં રિલેશનને લઈને ફરીથી ચર્ચા જાગી છે. અગાઉ ક્રિતીનું અફેર પ્રભાસ સાથે હોવાની ચર્ચા હતી. બન્નેએ ‘આદિપુરુષ’માં સાથે કામ કર્યું હતું. હવે જાણવા મળ્યું છે કે તે યુનાઇટેડ કિંગડમના બિઝનેસમૅન કબીર બાહિયાની સાથે રિલેશનમાં છે. બન્નેએ દુબઈમાં ન્યુ યર સાથે સેલિબ્રેટ કર્યું હતું. ૨૭ જુલાઈએ ક્રિતીએ પોતાનો બર્થ-ડે પણ કહેવાતા બૉયફ્રેન્ડ કબીર સાથે સેલિબ્રેટ કર્યો હતો. તે બન્નેએ ગ્રીસના આઇલૅન્ડ પર ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો હતો. કબીરે ત્યાંનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો પરંતુ એમાં ક્રિતીને ટૅગ નહોતી કરી. બન્નેએ હજી સુધી પોતાના રિલેશનને કન્ફર્મ નથી કર્યું. જોકે તેમના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા રહે છે.

વિકીને કારણે કૅટરિનાની અંદરનો ફોટોગ્રાફર જાગી ગયો

વિકી કૌશલને કારણે તેની પત્ની કૅટરિના કૈફની અંદર રહેલો ફોટોગ્રાફર જાગી ગયો છે. કૅટરિના પ્રેગ્નન્ટ છે અને તે ઑસ્ટ્રિયામાં વેકેશન માણી રહી છે. વિકી કૌશલ પણ તેની પાસે પહોંચી ગયો છે. વિકી જ્યારે સોફા પર આરામ કરી રહ્યો હતો ત્યારે તેને જોઈને કેટરિનાએ તેનો ફોટો ક્લિક કર્યો હતો.

મીટિંગ માટે ફરી પાછી ચાલીને ગઈ પરિણીતિ

પરિણીતી ચોપડાને ચાલવામાં આનંદ મળે છે. આ જ કારણ છે કે તે ફરીથી મીટિંગ માટે ચાલીને ગઈ હતી. તે હાલમાં વિદેશમાં છે. વૉક કરતો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી, ‘વર્તમાનમાં મીટિંગમાં મને ચાલીને જવાનું ઘેલું લાગ્યું છે. જોકે તમે તો જાણો છો કે થોડા વખત પછી હું બસમાં પ્રવાસ કરીશ.’

આ છે KD - ધ ડેવિલનો સંજય દત્ત

સંજય દત્તે ગઈ કાલે તેના બર્થ-ડે નિમિત્તે આગામી કન્નડા ફિલ્મ ‘KD – ધ ડેવિલ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. એ ફિલ્મમાં તે ધકદેવાના રોલમાં આતંક મચાવવા આવવાનો છે. ફિલ્મમાં તેની સાથે શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને નોરા ફતેહી પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને આ વર્ષે ૧૩ નવેમ્બરે થિયેટરમાં હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ૧૯૭૦ના દાયકામાં બૅન્ગલોરમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે. પોતાનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી, ‘ડેવિલના તાનાશાહનો ભગવાન ધકદેવા આવી ગયો છે. ‘KD – ધ ડેવિલ’ના યુદ્ધના મેદાનમાં તોફાન આવશે.’

પોતાને આલીશાન કાર ગિફ્ટ કરી સંજય દત્તે

સંજય દત્તનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તેણે પોતાને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે. સંજય દત્તને કારનો ખૂબ શોખ છે. તેની પાસે મોંઘીદાટ કારનો કાફલો છે. તેની પાસે રેન્જ રોવર, આઉડી, બેન્ટ્લી કૉન્ટિનેન્ટલ અને શાનદાર રોલ્સ-રૉયસ પણ છે. હવે તેણે ફરીથી બર્થ-ડે નિમિત્તે રેન્જ રોવર કાર ખરીદી છે. આ નવી કારની કિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કારનું આગમન તેના ઘરે થયું એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકો પણ એ કારના ફોટો મોબાઇલમાં ક્લિક કરીને કેદ કરી રહ્યા હતા

બ્રેકઅપની અફવા પર પૂર્ણવિરામ, મૂવી ડેટ-પર ગયાં હૃતિક અને સબા

હૃતિક રોશન અને સબા આઝાદનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. એ દરમ્યાન આ બન્ને સાથે જોવા મળ્યાં હતાં. તેઓ રવિવારે રાતે ફિલ્મ જોવા સાથે ગયાં હતાં એથી તેઓ જુદા પડી ગયાં છે એ અટકળને હવે વિરામ લાગ્યું છે. તેઓ હૉલીવુડની ફિલ્મ ‘ડેડપૂલ ઍન્ડ વુલ્વરિન’ જોવા ગયાં હતાં. તેમનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બન્નેએ ચહેરા પર માસ્ક લગાવી રાખ્યો છે. હૃતિક રોશન અને સબા આઝાદ અનેક ઇવેન્ટમાં સાથે જ હાજરી આપે છે, પરંતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં હૃતિક એકલો જ પહોંચ્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં જ કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફારાહ ખાન કુંદરની મમ્મીના અવસાન વખતે પણ તે એકલો જ હાજર રહ્યો હતો. એથી તેમના બ્રેકઅપની ચર્ચાએ વેગ પકડ્યો હતો. 

ગોલ્ડન સાડીમાં ખીલી ઊઠી શિલ્પા

શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો ગોલ્ડન સાડીમાં અંદાજ ગજબનો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો હતો. શિલ્પાએ દિલ્હીમાં કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે પરંતુ એની ચોક્કસ માહિતી નથી મળી શકી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી, #વર્કમોડ. #દિલ્હીડાયરીઝ.

entertainment news bollywood bollywood news vicky kaushal katrina kaif parineeti chopra shilpa shetty hrithik roshan sanjay dutt happy birthday kriti sanon relationships