ટોટલ ટાઇમપાસ : મેન્ટલ હેલ્થ પર આધારિત ફૅમિલી ડ્રામામાં દેખાશે નેહા ધુપિયા

11 October, 2023 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહા ધુપિયા હવે મેન્ટલ હેલ્થ પર આધારિત ફૅમિલી ડ્રામામાં જોવા મળશે

નેહા ધુપિયા

નેહા ધુપિયા હવે મેન્ટલ હેલ્થ પર આધારિત ફૅમિલી ડ્રામામાં જોવા મળશે. તેણે થોડા દિવસ અગાઉ જ વેબ શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હવે એની તેણે જાહેરાત પણ કરી દીધી છે. ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ હોવાથી તેણે આ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ વિશે નેહાએ કહ્યું કે ‘સમય આવી ગયો છે કે હવે આપણે આ ઇશ્યુ પર વધુ ખૂલીને વાત કરીએ. અમારું લક્ષ્ય પૉઝિટિવ ચેન્જ લાવવાનું છે. મને ખાતરી છે કે આ પ્રોજેક્ટ સોસાયટીમાં મેન્ટલ હેલ્થ વિશે વધુ ચર્ચા શરૂ કરશે. આ પ્રોજેક્ટમાં કામ કરવાને લઈને હું ઉત્સાહી છું.’

પોતાની હૉસ્ટેલને તોડવામાં આવી રહી હોવાથી ઇમોશનલ થયો ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલી હાલમાં ખૂબ જ ઇમોશનલ થયો છે, કારણ કે તે જે હૉસ્ટેલમાં રહેતો હતો એને તોડવામાં આવી રહી છે. ઇમ્તિયાઝે ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’, ‘રૉકસ્ટાર’ અને ‘તમાશા’ જેવી ફિલ્મો બનાવી છે. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો શૅર કર્યા છે જેમાં હિન્દુ કૉલેજ હૉસ્ટેલ જોવા મળી રહી છે.

આ હૉસ્ટેલને તોડવામાં આવી રહી છે અને એની જગ્યાએ ફરી નવી હૉસ્ટેલ બનાવવામાં આવશે અને એમાં વધુ સુવિધાઓ હશે. આ ફોટો શૅર કરીને ઇમ્તિયાઝે કૅપ્શન આપી હતી કે ‘શું હું છેલ્લી વાર આ બિલ્ડિંગ જોઈ રહ્યો છું? મારો ઘણો સમય અહીં પસાર થયો છે. દિલ્હીની હિન્દુ કૉલેજ હૉસ્ટેલને તોડવામાં આવી રહી છે અને એની જગ્યાએ નવી હૉસ્ટેલ બનાવવામાં આવશે

ડે આઉટ

સુહાના ખાન ગઈ કાલે બૅન્ડ સ્ટૅન્ડ પર આવેલા તેના ઘર ‘મન્નત’ની બહાર કારમાં જોવા મળી હતી. તે ઝોયા અખ્તરની ‘ધ આર્ચીસ’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. જોકે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. તેના થિયેટ્રિકલ ડેબ્યુમાં તેની સાથે તેના પિતા શાહરુખ ખાન પણ દેખાશે એવી ચર્ચા છે.

દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ આફતાબ શિવદાસાણી સાથે

દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ આફતાબ શિવદાસાણી સાથેસુહાના ખાન ગઈ કાલે બૅન્ડ સ્ટૅન્ડ પર આવેલા તેના ઘર ‘મન્નત’ની બહાર કારમાં જોવા મળી હતી. તે ઝોયા અખ્તરની ‘ધ આર્ચીસ’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. જોકે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. તેના થિયેટ્રિકલ ડેબ્યુમાં તેની સાથે તેના પિતા શાહરુખ ખાન પણ દેખાશે એવી ચર્ચા છે.આફતાબ શિવદાસાણી સાથે સાઇબર ફ્રૉડમાં દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેના પર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેમાં તેની કેવાઇસી ડીટેલને અપડેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના રવિવારે થઈ હતી અને તેણે સોમવારે બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિશે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. આ વિશે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘ઍક્ટર પર અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેને તેની બૅન્ક સાથે કેવાઇસી ડીટેલને લિન્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. એમ કરવામાં ન આવતાં તેનું અકાઉન્ટ બંધ થઈ જશે એવું કહેવામાં આવ્યું હતું. આફતાબ શિવદાસાણીએ આ લિન્ક પર ક્લિક કર્યું હતું. ત્યાર બાદ તેને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી એને ફૉલો કરતાં તેના પર મેસેજ આવ્યો હતો કે તેના ખાતામાંથી ૧,૪૯,૯૯૯ રૂપિયા ડેબિટ થયા છે.’

imtiaz ali neha dhupia suhana khan aftab shivdasani bollywood news bollywood gossips bollywood entertainment news