17 June, 2024 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ ૨૩ જૂને મુંબઈમાં લગ્ન કરવાનાં છે. એ પહેલાં સોનાક્ષીએ ઝહીરના પેરન્ટ્સ સાથે ગઈ કાલે મુલાકાત કરી હતી. બન્નેનાં લગ્નને લઈને ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. તેમનાં લગ્નનું ઇન્વિટેશન-કાર્ડ પણ વાઇરલ થયું છે, પણ એ ચર્ચા વચ્ચે સોનાક્ષીએ લોકોને સલાહ આપી હતી કે મારાં લગ્ન સાથે કોઈને કશો સંબંધ ન હોવો જોઈએ. ઝહીરના પેરન્ટ્સ સાથેનો ફોટો તેની બહેને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો.
શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ને લઈને ખૂબ એક્સાઇટેડ છે. એનું ટીઝર હાલમાં જ લૉન્ચ થયું છે. ૨૦૧૮માં આવેલી ‘સ્ત્રી’ની આ સીક્વલ છે. આ ‘સ્ત્રી 2’માં રાજકુમાર રાવ પણ જોવા મળશે. આ ફિલ્મ ૧૫ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને લઈને શ્રદ્ધાનો ઉત્સાહ તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાઇ આવે છે.
પ્રભાસ અને દિલજિત દોસંજે ‘કલ્કિ 2898 AD’ માટે ભૈરવા ઍન્થમમાં સાથે કામ કર્યું છે. આ ગીતને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. પ્રભાસ સાથેની એક નાનકડી ક્લિપ દિલજિતે શૅર કરી છે. આ ફિલ્મમાં પ્રભાસના કૅરૅક્ટરનું નામ ભૈરવા છે. આ ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થવાની છે. ભૈરવા ઍન્થમની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિલજિતે કૅપ્શન આપી, ‘ભૈરવા ઍન્થમ ટૂંક સમયમાં આવશે. PANJAB X SOUTH. પંજાબી આ ગએ ઓયે. ડાર્લિંગ પ્રભાસ.’
૭૫ વર્ષનાં હેમા માલિનીએ ગઈ કાલે ગંગા દશેરા નિમિત્તે ગંગા નદીને સમર્પિત નૃત્ય કર્યું હતું. એ નૃત્યને રજૂ કરતા કેટલાક ફોટો તેમણે શૅર કર્યા હતા. નૃત્યનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હેમા માલિનીએ કૅપ્શન આપી, ‘અહીં મારા દિલની નજીક એવા મેં ગંગાને સમર્પિત કરેલા ડાન્સ બૅલેની ઇમેજિસ રજૂ કરું છું. સદીઓથી માંડીને આજ દિન સુધી વહેતી પવિત્ર ગંગા નદીના વિષયને અહીં રજૂ કર્યો હતો. હૅપી ગંગા દશેરા.’
અનન્યા પાંડે હાલમાં ઇટલીના મિલાનમાં વેકેશન માણી રહી છે. પોતાની ટ્રિપના કેટલાક ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. ઇટલી પહોંચતાં જ તેણે પોતાને પીત્ઝાની ડિલિશસ ટ્રીટ આપી. તેણે સેલ્ફી શૅર કર્યો છે એમાં તેના હાથમાં રેડ રોઝ છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી, મને મિલાનનું વાતાવરણ ખૂબ ગમે છે.