ટોટલ ટાઇમપાસ: ૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો ઇમરાન અને મલ્લિકા વચ્ચે

13 April, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનના ઘરે રણબીર અને આલિયા; ફ્રાન્સમાં શૂટિંગ દરમ્યાન બ્રેકમાં દીકરી સાથે રમતી દેખાઇ પ્રિયંકા અને વધુ સમાચાર

ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત

૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો ઇમરાન અને મલ્લિકા વચ્ચે

ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતના ૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો છે. આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં તેઓ બન્ને સાથે જોવા મળ્યાં હતાં. ૨૦૦૪માં આવેલી ‘મર્ડર’થી તેમની વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી. તેઓ શૂટિંગ દરમ્યાન અને શૂટિંગ બાદ પણ વાત નહોતાં કરતાં. ફિલ્મના પ્રમોશન બાદ તેમની વચ્ચે ગેરસમજ થવાનું શરૂ થયું હતું અને તેમના મતભેદ વધતા ગયા હતા. ત્યાર બાદ બન્નેએ એકમેકથી અંતર રાખ્યું હતું. જોકે હવે જૂની વાતોને ભૂલીને તેઓ પણ આગળ વધ્યાં હોય એવું લાગી રહ્યું છે.

સલમાનના ઘરે રણબીર અને આલિયા

ઈદ નિમિત્તે સલમાન ખાનને તેના ઘરે મળવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહોંચ્યાં હતાં. એ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ ફોટોમાં સલમાન તો નથી દેખાતો, પરંતુ તેની ટીમનો એક માણસ રણબીર અને આલિયા સાથે દેખાય છે. અગાઉ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાન અને આલિયા જોવા મળવાનાં હતાં. જોકે અમુક કારણોસર આ ફિલ્મ બની શકી નથી. જોકે સલમાનના બાંદરાના ગૅલેક્સી અપાર્ટમેન્ટમાં રણબીર અને આલિયા જવાથી એવી ચર્ચા છે કે કદાચ તેઓ કોઈ પ્રોજેક્ટ માટે સાથે આવવાનાં હશે. જોકે ત્રણેયમાંથી કોઈએ એ વિશે ખુલાસો નથી કર્યો.

ફ્રાન્સમાં શૂટિંગ દરમ્યાન બ્રેકમાં દીકરી સાથે રમતી દેખાઇ પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટો ફ્રાન્સનો છે. ફ્રાન્સમાં તે ‘હેડ ઑફ સ્ટેટ્સ’ અને ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મના સેટ પર તે તેની દીકરી માલતી મૅરી જોનસને પણ લઈને ગઈ હતી. તેને સેટ પર જેવો બ્રેક મળે કે તે તરત તેની દીકરી સાથે સમય પસાર કરે છે. ઘણા ફોટોમાં તે તેની દીકરી સાથે રમતી પણ જોવા મળી હતી.

શાહિદનું ફૅમિલી ગૅધરિંગ

શાહિદ કપૂર અને તેની વાઇફ મીરા રાજપૂતે ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો હતો. એનો વિડિયો મીરાએ શૅર કર્યો છે. એમાં તેઓ મસ્તી કરતાં અને ખડખડાટ હસતાં જોવા મળી રહ્યાં છે. એમાં પંકજ કપૂર, સુપ્રિયા પાઠક અને શાહિદની બહેન સના કપૂર પણ જોવા મળી રહ્યાં છે. એ નાનકડી ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મીરાએ કૅપ્શન આપી ઃ આખું ઘર જ્યારે લોકોથી ભરેલું હોય.

mallika sherawat emraan hashmi eid Salman Khan alia bhatt ranbir kapoor france priyanka chopra shahid kapoor mira rajput pankaj kapur supriya pathak entertainment news bollywood bollywood news bollywood gossips