09 June, 2023 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી, પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલી અને ડિરેક્ટર રવિ જાધવ હાલમાં ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથને મળ્યા હતા.
પંકજ ત્રિપાઠી, પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલી અને ડિરેક્ટર રવિ જાધવ હાલમાં ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથને મળ્યા હતા. તેઓ ‘મૈં અટલ હૂં’નું શૂટિંગ લખનઉમાં કરી રહ્યા છે. અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં તેઓ યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમની સાથે ફિલ્મને લઈને ચર્ચા કરી હતી. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.
ભૂમિ પેડણેકર, અનન્યા પાન્ડે અને કિયારા અડવાણી હાલમાં જ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપતાં જોવા મળ્યાં છે. આ સ્ટાઇલને પાવર સૂટ કહેવામાં આવે છે અને એ બોલ્ડ ચૉઇસ અને કૉન્ફિડન્સનો સિમ્બોલિક છે. ભૂમિએ વાઇટ પૅન્ટસૂટ પહેર્યો છે જેમાં ક્રિસ-ક્રૉસ ફ્રન્ટ છે. કિયારાએ પર્પલ પૅન્ટસૂટ પહેર્યો છે અને તે મિનિમમ મેકઅપમાં જોવા મળી રહી છે. અનન્યાએ બ્રાઉન મેટાલિક પૅન્ટસૂટ પહેર્યો છે જેમાં વેઇસ્ટ પર બટન છે અને સ્ટ્રેટ પૅન્ટ છે.
વિજય વર્મા હાલમાં કિર્ગીઝસ્તાનમાં છે. તે બહુ જલદી ‘લસ્ટ સ્ટોરી 2’માં જોવા મળવાનો છે. તે કિર્ગીઝસ્તાનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા માટે ગયો છે. આ ફિલ્મની હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. વિજય વર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના લોકેશનનો વિડિયો શૅર કર્યો છે. આ શૂટિંગ હિલ્સ પર કરવામાં આવી રહ્યું છે અને એ લોકેશન એક્સપેન્સિવ હોવાનું કહેવાઈ રહ્યું છે. તે ત્યાં આ મહિનાના અંત સુધી રોકાશે. ૨૦ દિવસના શેડ્યુલ બાદ તે ફરી મુંબઈ આવશે. તે ‘દહાડ’ બાદ હવે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળવાનો છે. તે આ સાથે જ કરીના કપૂર ખાન સાથેની ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ એક્સ’ અને ‘મર્ડર મુબારક’માં પણ જોવા મળશે.