Total Time Pass: નદીની સ્વચ્છતાનો સંદેશ આપ્યો ડ્રીમગર્લે

21 March, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટેજ પર ૭૪ વર્ષનાં હેમા માલિનીના ડાન્સે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા

ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીનાં મમ્મી કોકિલાબહેન અંબાણી પણ હાજર હતાં.

નદીની સ્વચ્છતાનો સંદેશ આપ્યો ડ્રીમગર્લે

મુંબઈમાં તાજેતરમાં એનસીપીએમાં એક ઇવેન્ટ દરમ્યાન હેમા માલિનીએ ગંગા નદી પર આધારિત બેલે ડાન્સ કર્યો હતો. આ ઇવેન્ટનો ઉદ્દેશ ગંગા નદીની સ્વચ્છતા અને જાળવણીનો સંદેશ આપવાનો હતો. સ્ટેજ પર ૭૪ વર્ષનાં હેમા માલિનીના ડાન્સે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ડ્રીમગર્લ તરીકે જાણીતાં હેમા માલિનીએ કહ્યું કે મેં જગભરમાં વિવિધ બેલે ડાન્સ કર્યા છે. આ ઇવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીનાં મમ્મી કોકિલાબહેન અંબાણી પણ હાજર હતાં.

ઇટ્સ અ ટાઇમ ટુ ડિસ્કો

માનુષી છિલ્લર અને અલાયા ફર્નિચરવાલા સેટ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ બન્ને તેમની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ યુકેમાં કરી રહી છે. બન્ને બ્લૅક આઉટફિટમાં હતી. તેમની સાથે અન્ય ક્રૂ મેમ્બર્સ પણ ડાન્સ કરતા જોવા મળે છે. આ ડાન્સની વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલાયાએ કૅપ્શન આપી હતી, ‘સેટ પર તમારા બોલાવવાની તમે જ્યારે રાહ જોઈ રહ્યા હો તો ઇટ્સ અ ટાઇમ ટુ ઑક્વર્ડલી ડિસ્કો.’

entertainment news bollywood news bollywood gossips bollywood hema malini ganga manushi chhillar