midday

ટોટલ ટાઇમપાસ: કાજલ અગરવાલની વૅનિટી વૅનમાં ઘૂસીને ફૅને શું હરકત કરી હતી?

27 May, 2024 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧.૩૭ લાખ રૂપિયાનો ડેનિમ ડ્રેસ પહેર્યો આલિયાએ; કફતાન ગર્લ કરીના અને વધુ સમાચાર
કાજલ અગરવાલ

કાજલ અગરવાલ

કાજલ અગરવાલની વૅનિટી વૅનમાં એક વાર એક વ્યક્તિ ઘૂસી આવી હતી. કાજલે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બૉલીવુડમાં પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી અને થોડી જ ફિલ્મોમાં કામ કર્યું હતું ત્યારે તેની સાથે ખૂબ જ વિચિત્ર ઘટના થઈ હતી. આ વિશે કાજલ કહે છે, ‘એક અજાણી વ્યક્તિ મારી વૅનિટી વૅનમાં પરવાનગી વગર ઘૂસી આવી હતી. ત્યાર બાદ તેણે તેનું શર્ટ કાઢી નાખ્યું હતું. તેણે છાતી પર મારા નામનું ટૅટૂ મને દેખાડ્યું હતું અને કહ્યું હતું કે તે મારો ખૂબ જ મોટો ફૅન છે. હું ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે તેણે જ્યારે શર્ટ કાઢ્યું ત્યારે મારી આસપાસ કોઈ નહોતું.’

૧.૩૭ લાખ રૂપિયાનો ડેનિમ ડ્રેસ પહેર્યો આલિયાએ

આલિયા ભટ્ટ સ્ટાઇલિંગનો માસ્ટરક્લાસ લેવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટોશૂટના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે ડેનિમ મિડી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની કિંમત અંદાજે ૧.૩૭ લાખ રૂપિયા છે. તેણે આ ડ્રેસની સાથે ખૂબ જ ઓછા મેકઅપનો ઉપયોગ કર્યો છે. 

કફતાન ગર્લ કરીના

કરીના કપૂર ખાનને કફતાન ખૂબ ગમે છે. કફતાનમાં તેને કમ્ફર્ટેબલ લાગે છે એથી તે મોટા ભાગે કફતાન પહેરે છે. ગરમીમાં કફતાન આરામદાયક હોય છે. પોતાનો મિરર-સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી, ‘ડાર્લિંગ આ કુટ્યુઅર છે. તમે નહીં સમજો. આજીવન કફતાન ગર્લ.’

‘ભૂલભુલૈયા 3’ના સેટ પર રૂહબાબાની મસ્તી

કાર્તિક આર્યન હાલમાં ‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યો છે. એ ફિલ્મના સેટ પર તે રાજપાલ યાદવ સાથે થોડી મસ્તીના મૂડમાં દેખાયો હતો. કાર્તિકની ૧૪ જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’નું ગીત ‘સત્યાનાસ’ હાલમાં જ રિલીઝ થયું છે. એ ગીત પર કાર્તિક અને રાજપાલ ડાન્સ કરી રહ્યા છે. ‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક રૂહબાબાના રોલમાં અને રાજપાલ યાદવ છોટા પંડિતની ભૂમિકામાં દેખાશે. સેટ પર તેમની મસ્તીની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી, ‘રૂહબાબા ઔર છોટા પંડિતને ભી કર દિયા સત્યાનાસ.’

ડાન્સ દીવાનેના વિજેતાને હૃતિક રોશનને કરવાે છે કોરિયોગ્રાફ

કલર્સ પર આવતા ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ને તેમના વિનર્સ મળી ગયા છે. શનિવારે ગ્ર‌ૅન્ડ ​ફિનાલેમાં બૅન્ગલોરના ૧૯ વર્ષના નીતિન NJ અને દિલ્હીના બાવીસ વર્ષના ગૌરવ શર્માના નામે ૨૦૨૪ની ‘ડાન્સ દીવાને’ની ટ્રોફી રહી. તેમણે ૧૯૯૪માં આવેલી ‘ધ જેન્ટલમૅન’ના ગીત ‘રૂપ સુહાના લગતા હૈ’ પર પર્ફોર્મ કર્યું હતું. આ શોમાં માધુરી દીક્ષ‌િત નેને અને સુનીલ શેટ્ટી જજ હતા. વિજેતાને વિનિંગ ટ્રોફીની સાથે વીસ લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. તેમને પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં તેમને કઈ સેલિબ્રિટીઝને કોરિયોગ્રાફ કરવા છે? તો એનો જવાબ આપતાં નીતિન કહે છે, થલપતિ વિજય, યશ અને હૃતિક રોશન. ગૌરવને પણ હૃતિક રોશનને કોરિયોગ્રાફ કરવો છે.

entertainment news bollywood bollywood news alia bhatt kareena kapoor urvashi rautela kajal aggarwal