ટમેટાંના ભાવે વધાર્યા શિલ્પા શેટ્ટીના ધબકારાં, એક્ટ્રેસે શૅર કર્યો વીડિયો

20 July, 2023 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tomato Price Reaction: ટમેટાના ભાવમાં સતત થતા તોતિંગ વધારા પર સુનીલ શેટ્ટી બાદ હવે શિલ્પા શેટ્ટીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેણે લખ્યું છે કે, ટમેટાંના ભાવે તેની ધડકન (ધબકારાં) વધારી દીધા.

શિલ્પા શેટ્ટી (તસવીર સૌજન્ય મિડ-ડે)

Tomato Price Reaction: હાલ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ટમેટાંની કિંમત તો 100 રૂપિયાથી 150 રૂપિયે કિલો સુધી પહોંચી ગઈ છે. આની અસર માત્ર સામાન્ય જનતા પર જ નહીં પણ બૉલિવૂડ સેલેબ્સના કિચન પર પણ પડી રહી છે. થોડાક દિવસ પહેલા સુનીલ શેટ્ટી (Suniel Shetty)એ ટમેટાના વધતા ભાવ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તો, હવે `ધડકન` (Dhadkan) ફિલ્મમાં એક્ટર સાથે કામ કરી ચૂકેલી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ ટમેટા પર એક રસપ્રદ વીડિયો શૅર કર્યો છે, જેને જોઈને તમે પણ હસી પડશો.

શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કોઈક મૉલમાં દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી એક ટમેટું ઉપાડે છે અને તેને પોતાનો ગાલ પર ટચ કરે છે. ત્યારે જ બેક્ગ્રાઉન્ડમાં `ધડકન` ફિલ્મમાંથી એક્ટ્રેસનો ડાયલૉગ `ખબરદાર, જો મુજે છૂને કી કોશિશ કી. કિસ હક સે તુમને મુજે છુઆ. તુમ્હારા કોઈ હક નહીં હૈ મુજ પર.` સંભળાય છે. ત્યાર બાદ શિલ્પા શેટ્ટી ટમેટું પાછું મૂકી દે છે, જ્યાંથી તેણે ઊઠાવ્યું હતું.

વીડિયો પર યૂઝર્સે કરી રસપ્રદ કોમેન્ટ્સ
આ વીડિયો પોસ્ટ કરતા શિલ્પા શેટ્ટીએ કૅપ્શનમાં લખ્યું છે, `ટમાટર કી કીમત મેરી ધડકન બઢા રહી હૈ.` શિલ્પા શેટ્ટીના આ રસપ્રદ વીડિયો પર ચાહકો સહિત સેલેબ્સ પણ રસપ્રદ રિએક્શન્સ આપી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, "ટમેટાના ભાવથી તો મિડલ ક્લાસ લોકોને વધારે ફરક પડે છે. તમારા જેવા અમીરોને પણ ફરક પડે છે, એ આજે ખબર પડી." બીજા યૂઝરે કોમેન્ટ કરી, "શિલ્પાજી ચટણી બનાવીને ઘરે મોકલી આપજો. સાંભળ્યું છે તમે ચટણી ખૂબ જ સારી બનાવો છો." આ રીતે નેટિઝન્સ ફની રિએક્શન્સ આપી રહ્યા છે.

સુનીલ શેટ્ટીએ ટમેટા ખાવાનું કરી દીધું ઓછું
આ પહેલા સુનીલ શેટ્ટીએ ટમેટાના વધતા ભાવ પર પ્રતિક્રિયા આપી હતી. એ પણ જણાવ્યું કે તેમણે ટમેટા ખાવાનું ઘટાડી દીધું છે. તાજેતરમાં સુનીલે જણાવ્યું કે, "અમારા ઘરમાં મોટાભાગે ફ્રેશ શાકભાજી જ આવે છે. ટમેટાના ભાવ હાલ ખૂબ જ વધી હયા છે આથી અમે ખાવાના ઓછા કરી દીધા છે. લોકોને લાગતું હશે કે સેલેબ્સને શું ફેર પડતો હશે, પણ એવું બિલકુલ નથી."

`ધડકન` ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટી
જણાવવાનું કે શિલ્પા શેટ્ટી અને સુનીલ શેટ્ટીએ વર્ષ 2000માં ફિલ્મ `ધડકન`માં કામ કર્યું હતું. અક્ષય કુમાર પણ આ ફિલ્મનો ભાગ હતા. જો કે, આ ફિલ્મ કમાણી મામલે ખાસ કમાલ દર્શાવી શકી નહોતી. લગભગ 10 કરોડમાં બનેલી આ ફિલ્મ એવરેજ સાબિત થઈ હતી. આ સિવાય બન્ને સિતારા અનેક ફિલ્મોમાં સાથે દેખાઈ ચૂક્યા છે.

shilpa shetty suniel shetty akshay kumar bollywood news bollywood gossips bollywood entertainment news