12 February, 2024 06:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્વિન્કલ ખન્ના
વૅલેન્ટાઇન્સ ડે એટલે પોતાના ગમતાઓને ગિફ્ટ્સ આપવાનો દિવસ. એવામાં ટ્વિન્કલ ખન્નાને લાગે છે કે આ દિવસે પત્નીઓને તેમના પતિઓ તરફથી માથાનો દુખાવો મળે છે. જોકે આ દિવસને તેણે દુકાનદારોના સેલ્સ વધારવા સાથે જોડી દીધો છે. ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટમાં ટ્વિન્કલે લખ્યું કે ‘એવી શક્યતા છે કે વૅલેન્ટાઇન્સ ડેને એક પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવ્યો હોઈ શકે છે. બોર્ડની મીટિંગમાં ચર્ચા થઈ હશે કે ક્રિસમસ બાદ સેલ્સમાં ઘટાડો આવ્યો છે. એથી તેમને ફરીથી ગિફ્ટ્સ ખરીદવા માટે કઈ રીતે પ્રેરિત કરવામાં આવે એના પર ચર્ચા કરી હશે. વૅલેન્ટાઇન્સ ડેની કલ્પના કરીને પ્રેમને વધુ નક્કર બનાવવાનો તેમનો આ પ્રયોગ હશે. આમ છતાં જો તમે એ મહિલાઓને પૂછો જેમનાં લગ્નને એક દાયકાનો સમય થયો છે તેમના હસબન્ડે તેમને વૅલેન્ટાઇન્સ ડેમાં શું ગિફ્ટ આપી? તો તેઓ પ્રામાણિકપણે એક જ જવાબ આપશે હંમેશ મુજબ માથાનો દુખાવો. પ્રેમસંબંધને મજબૂત બનાવે છે. એકમેકની ખામીઓને સ્વીકારીને પર્ફેક્ટ કનેક્શન બનાવીએ.’