10 May, 2024 06:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષ્ણા શ્રોફ
ટાઇગર શ્રોફ બાદ હવે તેની બહેન ક્રિષ્ના શ્રોફ પણ શો બિઝનેસમાં એન્ટ્રી કરી રહી છે. તે ‘ખતરોં કે ખિલાડી 14’માં દિલધડક સ્ટન્ટ્સ કરતી જોવા મળવાની છે. ૩૧ વર્ષની ક્રિષ્ના તેના મોટા ભાઈ ટાઇગરની જેમ ફિટનેસ ફ્રીક છે. તે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ મેટ્રિક્સ ફિટનેસ સેન્ટર ચલાવે છે. તે બાસ્કેટબૉલ કોચ પણ છે. અનેક ફિટનેસ અને ફૅશનનાં મૅગેઝિનના કવર પર તે છવાઈ ચૂકી છે. તેના સોશ્યલ મીડિયા પેજ પર તે સતત હેલ્થને પ્રમોટ કરે છે. ફિલ્મમેકિંગ અને ડિરેક્શનની ડિગ્રી ધરાવનાર ક્રિષ્ના અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાં સ્કૂલનું એજ્યુકેશન પૂરું કર્યા બાદ હાયર સ્ટડી માટે દુબઈ ગઈ હતી. તે હવે ફિલ્મ કે ટીવી સિરિયલથી નહીં પરંતુ રિયલિટી શોથી ગ્લૅમરની દુનિયામાં એન્ટ્રી કરવાની છે. આ શો મળવાથી પોતાની જાતને પડકાર આપવા માટે ક્રિષ્ના સજ્જ છે. એ વિશે ક્રિષ્ના શ્રોફ કહે છે, ‘મને મળેલી આ તક માટે હું ખૂબ આભારી છું. સાથે જ મને કંઈક અનોખો અનુભવ મળવાનો છે. મારી જાતને ચૅલેન્જ આપવી મને ગમે છે. એથી ફિઝિકલી અને મેન્ટલી કેટલી હદ સુધી હું મારી જાતને આગળ ધપાવી શકું છું એ જોવાનું રહેશે.’