ફિલ્મ રિવ્યુ: મૅડ મૅક્સ કે સૅડ મૅક્સ?

21 October, 2023 03:22 PM IST  |  Mumbai | Hiren Kotwani

ઘણા દાયકાઓથી આપણે જોતા આવ્યા છીએ કે જ્યાં હીરો કોઈને કોઈ કાર્ય માટે લડતો હોય છે.

ગનપત: અ હીરો ઇઝ બૉર્ન

ગનપત: અ હીરો ઇઝ બૉર્ન

કાસ્ટ : ટાઇગર શ્રોફ, અમિતાભ બચ્ચન, ક્રિતી સૅનન
ડિરેક્ટર : વિકાસ બહલ

સ્ટાર: 1.5/5  

ઘણા દાયકાઓથી આપણે જોતા આવ્યા છીએ કે જ્યાં હીરો કોઈને કોઈ કાર્ય માટે લડતો હોય છે. આ વખતે એક ડાયસ્ટોપિયન (કાલ્પનિક જગ્યા જ્યાં ખૂબ દુઃખ અને અન્યાય હોય) વિશ્વની સ્ટોરી આ ફિલ્મમાં કહેવામાં આવી છે જ્યાં આદર્શ સમાજ નથી વસતો. ધનાઢ્ય, પાવરફુલ અને લાલચુ લોકો એક હાઇ-ટેક સિલ્વર સિટી વસાવે છે કે જ્યાં તેઓ તમામ સુખ-સુવિધા સાથે રહે છે પરંતુ ગરીબોને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે કે જ્યાં તેમને મૂળભૂત સગવડના પણ વાંધા થઈ જાય છે. ફિલ્મની શરૂઆત એક એવા સીનથી થાય છે કે જેમાં એક ભૂખ્યો બાળક તેની મમ્મીને પૂછે છે કે તેમની તકલીફોનો અંત ક્યારે આવશે. તે દલપતિ (અમિતાભ બચ્ચન)ની ભવિષ્યવાણીની યાદ અપાવે છે કે એક દિવસ ગણપત આવશે અને તેમને આ તકલીફમાંથી બહાર કાઢશે. ગુડ્ડુ (ટાઇગર શ્રોફ) એ લોકોની પીડાથી અજાણ છે. તેને બાળપણમાં જ તાકતવર જૉન (ઝૈદ બકરી)એ દત્તક લીધો હોય છે. તે તેની લાઇફમાં ખુશ છે અને પાર્ટી કરે છે. જૉનની ગર્લફ્રેન્ડ સાથે ગુડ્ડુ રોમૅન્ટિક અંદાજમાં પકડાઈ જાય છે. એથી તે તેને મારવાનો પ્રયાસ કરે છે. જોકે હિન્દી ફિલ્મોની જેમ ગુડ્ડુ મરતો નથી. એથી તે ગણપત બનવાના માર્ગ પર ચાલી નીકળે છે. ભવિષ્યવાણી મુજબ તે લોકોનો મસીહા બને છે. બાદમાં જસ્સી (ક્રિતી સૅનન), જેના પ્રેમમાં તે પડે છે તેની મદદથી તે શિવા (રાશિન રહમાન) પાસે સખત ટ્રેઇનિંગ લે છે. જૉનને હરાવવો જ પૂરતું નથી. તેની ખરી લડાઈ તો રક્ષક તરીકેની છે, જે બીજા પાર્ટમાં દેખાશે. 

ટાઇગર શ્રોફ ફરી એક વખત બેસ્ટ ડાન્સર અને ઍક્શન હીરો સાબિત થયો છે. ફિલ્મ તેની સ્ટ્રેંગ્થ પર ચાલે છે અને એમાં તેને બીજો કોઈ સ્કોપ નથી આપવામાં આવ્યો, ઍક્ટિંગનો પણ નહીં. એક સમય બાદ તો એવું લાગે છે કે થોડા બદલાવ માટે તેને ઍક્ટિંગ કરતો પણ જોઈ લઈએ. ક્રિતી સૅનન, કે જેને હાલમાં જ ‘મીમી’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે, તેના ભાગે આ ફિલ્મમાં પર્ફોર્મ કરવા જેવું કાંઈ નથી આવતું. જોકે એની પૉઝિટિવ સાઇડ એ પણ છે કે તે કેટલીક શાનદાર ઍક્શન કરતી દેખાય છે અને એમાં તે નિપુણ લાગે છે. ખાસ કરીને નનચક્સમાં. સાથે જ દલપતિના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે. તેમને પણ ખૂબ ઓછો સ્ક્રીન ટાઇમ આપવામાં આવ્યો છે. શિવાના રોલમાં રહમાન સપોર્ટ આપે છે. 
ગણપતને અન્ય હીરો કરતાં અલગ તારી લાવે છે ડિરેક્ટર વિકાસ બહલ, જે દેસી મૅડ મૅક્સ બનાવવાનો પ્રયાસ કરે છે. એવું કહી શકાય કે જૂના કન્સેપ્ટને જ નવી રીતે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે કાંઈ ખાસ છાપ નથી છોડતો. વિકાસ બહલે (નિતેશ તિવારી સાથે) ‘ચિલ્લર પાર્ટી’ ડિરેક્ટ કરી હતી. બાદમાં ‘ક્વીન’ બનાવી હતી. વિકાસે ‘સુપર 30’ અને ‘ગુડબાય’ પણ બનાવી હતી, જે જોવી સારી પણ લાગે છે. ‘ગનપત’ જોઈને લાગે છે કે ૨૦૧૫માં આવેલી શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની ‘શાનદાર’ની જેમ જ તેણે પોતાની શક્તિ કરતાં વધારે કરવાની કોશિશ કરી છે.  

આ ફિલ્મમાં વિકાસનું વિઝન શું છે એ સ્પષ્ટ નથી થતું. 
ગરીબ લોકોની બસ્તી કચરાના વિશાળ ઢગલા અને ભંગાર જેવી દેખાય છે. સિલ્વર સિટીની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પણ એટલી આકર્ષક નથી અને એ ખૂબ બેકાર દેખાય છે. સુબ્રતા ચક્રબર્તી અને અમિત રાયની પ્રોડક્શન ડિઝાઇન કાંઈ ખાસ નથી. તો સુધાકર રેડ્ડી યક્કાંતીની સિનમૅટોગ્રાફી બેસ્ટ છે. લેહ-લદાખનાં રમણીય દૃશ્યો મન મોહી લે છે. ઑડિટોરિયમની અંદર સાઉન્ડ ટ્રૅક તમને માત્ર ટાઇગરની ડાન્સિંગ સ્કિલ દેખાડવા માટે છે. તમે જ્યારે ફિલ્મના ઇન્ટરવલ વખતે બહાર આવશો ત્યારે જ તમને એક પણ ગીત યાદ નહીં હોય, ફિલ્મ પૂરી થયા પછીની વાત તો દૂરની છે. ૧૩૬ મિનિટના વિચિત્ર અંત બાદ તમને યાદ અપાવવામાં આવશે કે બીજા પાર્ટમાં ગણપત ફરીથી ઊભરીને આવશે. મૅડ મૅક્સ, ટાઇગર શ્રોફ, ક્રિતી સૅનન અને દર્શકો તરીકે આપણે ચોક્કસ આનાથી કાંઈક સારું જોવાના હકદાર છીએ.

 

film review tiger shroff kriti sanon bollywood news