16 October, 2023 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ ‘ટાઈગર 3’નું પોસ્ટર
બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ના ટ્રેલર (Tiger 3 Trailer)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
દર્શકો ફરી એકવાર આ ફિલ્મમાં ઝોયા અને ટાઇગરની જોડી એક એક્શન ફિલ્મમાં જોશે. આ ફિલ્મમાં ઝોયાના રોલમાં કેટરીના કૈફ જોવા મળશે. સાથે જ ઇમરાશ હાશ્મી વિલનના રોલમાં જોવા મળશે. મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત ટાઈગર ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ એટલે કે ‘ટાઈગર 3’નું ટ્રેલર (Tiger 3 Trailer) ખૂબ જ અદભૂત અને પ્રભાવશાળી છે.
આજે રીલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલર (Tiger 3 Trailer)માં અભિનેતા સલમાન ખાન ઘણા સશસ્ત્ર દળોના જવાનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. સાથે જ તે મશીનગન ફાયરિંગ કરતો તેમ જ છાપરા પરથી કૂદતો જોઈ શકાય છે.
તમને જાણીને આનંદ થશે કે ટ્રેલરમાં શાહરૂખ ખાનની ઝલક પણ જોવા મળે છે. ‘ટાઇગર 3’ એ સલમાન ખાનની જાણીતી ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે, જે યશ રાજ ફિલ્મ્સની બહુચર્ચિત જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ છે. ‘એક થા ટાઈગર’ નામની પહેલી ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી અને 2017માં તેની સિક્વલ રિલીઝ થઈ હતી.
‘ટાઇગર 3’ છ વર્ષની રાહ બાદ આવી રહ્યું છે. હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આદિત્ય ચોપરાએ ‘ટાઇગર 3’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. YRF એ ટ્રેલર (Tiger 3 Trailer)માં આ એક્શન ડ્રામા 12 નવેમ્બરે રિલીઝ થશે તેમ જણાવી દીધું છે.
આ વર્ષે અધિક માસ છે. આ વર્ષે અમાવસ્યા સોમવાર, 13 નવેમ્બરના રોજ છે અને ગોવર્ધન પૂજા/ગુજરાતીઓનું નવું વર્ષ 14 નવેમ્બરના રોજ ઉજવાશે. તો ભાઇબીજ નવેમ્બર 15ના રોજ ઉજવાશે. બસ, આ રજાઓના દિવસોમાં ‘ટાઈગર 3’ રીલીઝ થશે.
‘ટાઈગર 3’ વિશે વાત કરતાં સલમાન ખાને કહ્યું હતું કે ‘ટાઈગર 3’માં એક્શન સાથે જ વાસ્તવિક વાતો પણ છે. આ દુનિયાથી સાવ અલગ છે. મને ટાઇગર ફ્રેન્ચાઇઝી વિશે જે ગમે છે તે એ છે કે હીરોને લાર્જર ધેન લાઇફ હિન્દી તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
કેટરીના કૈફે પણ પોતાના પાત્ર વિશે કહ્યું હતું કે, "ઝોયા YRF જાસૂસ બ્રહ્માંડની પ્રથમ મહિલા જાસૂસ છે અને મને તેના જેવું પાત્ર મળવા પર ખૂબ ગર્વ છે. આ પત્ર ખૂબ જ ગુસ્સાવાળું છે, તે હિંમતવાન પણ છે. હા, તે વફાદાર પણ છે. મોટાભાગે તે હંમેશા માનવતા માટે ઊભી રહે છે.”