12 May, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની ‘ટાઇગર 3’
સલમાન ખાનની ‘ટાઇગર 3’ ગયા વર્ષે ૧૨ નવેમ્બરે ભારતમાં રિલીઝ થઈ હતી. જોકે જપાનમાં આ સ્પાય-થ્રિલર ગયા અઠવાડિયે રિલીઝ થઈ છે. કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મીની આ ફિલ્મે જપાનમાં એક અઠવાડિયામાં ૧૫ મિલ્યન જૅપનીઝ યેનનો બિઝનેસ કર્યો છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો એ લગભગ ૮૦ લાખ રૂપિયા થાય છે. વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ૪૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. ‘ટાઇગર 3’ પહેલાં જપાનમાં ‘RRR’, ‘બાહુબલી 2’ અને ‘પઠાન’ રિલીઝ થઈ હતી.