24 December, 2022 07:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટીએ જણાવ્યું છે કે ૧૫૦ કરોડમાંથી ૧૦ કરોડ લોકો સુધી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પહોંચી નથી શકતી.
તેની ‘સર્કસ’ ગઈ કાલે રિલીઝ થઈ છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રશંસા કરતાં રોહિતે કહ્યું કે ‘આપણે સ્ટ્રૉન્ગ છીએ, પરંતુ આપણી તાકાતનો આપણને
અંદાજો નથી. આપણે ઘણુંબધું કરી શકીએ છીએ, પરંતુ આપણે એક નથી થઈ રહ્યા. લોકો અમને પ્રેમ કરે છે અને અમે અનેક પ્રકારે પરિવર્તન લાવી શકીએ છીએ. જો આપણે એક સંઘ તરીકે કામ કરીએ તો ઘણું કરવા સમર્થ છીએ. થિયેટર બિઝનેસને કેવી રીતે વધારવો અને સરકાર સાથે કેવી રીતે કામ કરવું એના વિશે વિચારતા નથી. ૧૫૦ કરોડ લોકોમાંથી આપણે ૧૦ કરોડ લોકો સુધી પણ નથી પહોંચી શકતા.’
આ પણ વાંચો: અતિશય બિઝી હોવાને કારણે વેકેશન પર જવાનો સમય નથી મળતો : રોહિત શેટ્ટી
ઘણાં વર્ષોથી મનોરંજન આપવા છતાં ફિલ્મનું એક વર્ષ શું ખરાબ ગયું, લોકોએ બૉલીવુડથી મોં ફેરવી લીધું : રોહિત શેટ્ટી
બૉલીવુડની કેટલીક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર હાલમાં કંઈક ખાસ કમાલ નથી કરી રહી. એને લઈને ઇન્ડસ્ટ્રી પર સવાલ કરવામાં આવે છે. કોરોનાને કારણે ઇન્ડસ્ટ્રી પણ ઠપ્પ થઈ ગઈ હતી. કોરોના બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. એને લઈને રોહિતે કહ્યું કે ‘છેલ્લાં બે વર્ષથી આપણે મહામારીનો સામનો કર્યો હતો. અમારી જેટલી પણ મોટી ફિલ્મો હતી એ શરૂ થઈ શકી નહોતી કાં તો બની શકી નહીં. સાઉથની જે ફિલ્મો રિલીઝ થઈ એ પહેલેથી બની ચૂકી હતી. પહેલી ફિલ્મ અમારી ‘સૂર્યવંશી’ આવી. પછી વર્ષની શરૂઆતમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’, ‘ભૂલભુલૈયા 2’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સારી ચાલી. હાલમાં રિલીઝ થયેલી ‘દૃશ્યમ 2’ પણ સફળ રહી. સાઉથની કોઈ પણ છ ફિલ્મોનાં નામ આપો જે સારી ચાલી હોય અને હું તમને છ બૉલીવુડની ફિલ્મોનાં નામ આપીશ. હવે તો ‘પઠાન’ અને ‘ટાઇગર’ની સીક્વલ આવશે. રાજકુમાર હીરાણીની ફિલ્મ, ‘સિંઘમ’ની સીક્વલ, સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ રણવીર સિંહ સાથે આવી રહી છે. અમે ઘણાં વર્ષોથી તમને મનોરંજન આપતા આવ્યા છીએ. એક વર્ષ શું ખરાબ ગયું તમે તો અમારાથી મોં ફેરવી લીધું.’