મારી લાઇફમાં કેટલાય પુરુષો એવા છે જે મારી સફળતાથી અસલામતી અનુભવે છે : પ્રિયંકા ચોપડા જોનસ

19 April, 2023 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે અમેરિકન સિંગર નિક જોનસ સાથે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની લાઇફમાં એવા ઘણા પુરુષો છે જે તેની સફળતાથી ઇન્સિક્યૉરિટી અનુભવે છે. પ્રિયંકા જે પ્રકારે બૉલીવુડમાં જાણીતું નામ છે ઠીક એ રીતે તેણે હૉલીવુડમાં પણ ખાસ્સી નામના મેળવી છે. તેણે અમેરિકન સિંગર નિક જોનસ સાથે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. ગયા વર્ષે તેઓ સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ પણ બની ગયા છે. તેની લાઇફના કેટલાક પુરુષો વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મારી લાઇફમાં કેટલાય અદ્ભુત પુરુષો છે જેઓ મારી સફળતાથી અસલામતી નથી અનુભવતા, પરંતુ એવા કેટલાય પુરુષો છે જે મારી સફળતાથી ઇન્સિક્યૉર છે. એથી મને લાગે છે કે પુરુષો એ આઝાદી અને ગર્વ લે છે કે તેઓ પરિવારનું ગુજરાન ચલાવે છે અથવા તો કુટુંબના મોભી છે. જોકે તેમને ડર ત્યારે લાગે છે કે જ્યારે આ જ ભૂમિકા મહિલાઓ ભજવે છે અથવા તો તેમના કરતાં વધુ સફળ હોય છે અથવા તો પુરુષો જ્યારે ઘરે બેઠા હોય અને મહિલાઓ કામ કરતી હોય છે.’

સાથે જ દીકરાઓનો ઉછેર કોઈ પણ ભેદભાવ વગર કરવામાં આવે એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘પુરુષોને ખરાબ લાગે છે, પરંતુ આપણે દીકરાઓને શીખવાડવું જોઈએ કે રડવામાં કોઈ શરમ ન હોવી જોઈએ. આંસુ નીકળે તો શરમાવું નહીં. તમારી મમ્મી, બહેન અને ગર્લફ્રેન્ડને મહત્ત્વ આપવામાં પણ કોઈ શરમ ન રાખવી જોઈએ.’

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra