19 June, 2021 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર (તસવીર સૌજન્ય મિડ-ડે)
બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમાર મોટાભાગે ચર્ચામાં છવાયેલા રહે છે. પણ આ વખતે આ એક્શન હીરો WWEના સ્ટાર અંડરટેકર (Undertaker)ને કારણે ચર્ચામાં છવાયેલા છે. પોતાની એક્શન ફિલ્મ `ખિલાડિયોં કા ખિલાડી`માં અક્ષય કુમારે અંડરટેકરને એક મેચમાં હરાવી દીધો હતો.
જો કે, આ વખતે અક્ષય કુમારે ખૂબ જ રસપ્રદ અંદાજમાં અંડરટેકરની પોસ્ટ પર જવાબ આપ્યો છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અક્ષય કુમારનો રસપ્રદ અંદાજ
તાજેતરમાં જ અંડરટેકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "હા! મને જણાવ કે તું રિયલ મેચ માટે ક્યારે તૈયાર છે." અંડરટેકરની આ પોસ્ટ પર અક્ષય કુમારે ખૂબ જ રસપ્રદ કોમેન્ટ કરી છે.
અક્ષય કુમારે (Akshay Kumar)લખ્યું કે, "મને મારું ઇન્શ્યોરન્સ ચેક કરવા દો, ભાઇ પછી જણાવું છું." WWEએ આ કોમેન્ટનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.
બૉલિવૂડના આ ખાલેડીનો અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ચાહકો આ પોસ્ટ પર ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
જણાવવાનું કે ફિલ્મમાં અક્ષય (Akshay Kumar)કુમાર જેની સાથે મેચ રમ્યો હતો તે અંડરટેકર (Undertaker)નહીં, પણ ફિલ્મમાં ધ અંડરટેકરનું પાત્ર બ્રાયન લીએ ભજવ્યું હતું. અક્ષય કુમારે ટ્વિટર પર આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "ખિલાડીયોં કા ખિલાડી રિલીઝ થયાને કાલે 25 વર્ષ પૂરા થઈ જશે. આ અવસરે એક રસપ્રદ તથ્ય એ પણ છે કે રેસલર બ્રાયન લી હતા, જેમણે ફિલ્મમાં અંડરટેકરની ભૂમિકા ભજવી હતી."