02 October, 2023 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધ વૅક્સિન વૉર
‘ધ વૅક્સિન વૉર’ ગુરુવારે રિલીઝ થઈ છે, પરંતુ બૉક્સ-ઑફિસ પર કલેક્શનની દૃષ્ટિએ ખૂબ પાછળ છે. આ ફિલ્મ કોરોનાકાળમાં દેશે બનાવેલી વૅક્સિન પર આધારિત છે. ફિલ્મને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના મેકર વિવેક અગ્નિહોત્રીએ બનાવી છે. વૅક્સિન બનાવતી વખતે આપણા વૈજ્ઞાનિકોએ કેવી સખત મહેનત કરી હતી એ ગાથા આ ફિલ્મમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં પલ્લવી જોશી, અનુપમ ખેર અને નાના પાટેકર પણ જોવા મળે છે. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શનની વાત કરીએ તો ગુરુવારે ફિલ્મે ૭૬ લાખ, શુક્રવારે ૫૫ લાખ અને શનિવારે ૧ કરોડની સાથે કુલ મળીને ૨.૩૧ કરોડનો બિઝનેસ કર્યો છે. વાત કરીએ તેની સાથે રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ ‘ફુકરે 3’ની. એને જોવા માટે લોકોનો ક્રેઝ વધી ગયો છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા અને મનજોત સિંહ પણ જોવા મળે છે. ફિલ્મે ગુરુવારે ૮.૮૨ કરોડ, શુક્રવારે ૭.૮૧ કરોડ અને શનિવારે ૧૧.૭૬ કરોડની સાથે કુલ મળીને ૨૮.૩૦ કરોડનો વકરો કર્યો છે.