24 December, 2022 08:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ વર્જિન ટ્રી’ના સેટને આગ લાગતાં ૨૦થી ૩૦ ટકા થયું નુકસાન
સંજય દત્તની આગામી ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’ના સેટ પર આગ લાગતાં લગભગ ૨૦થી ૩૦ ટકા નુકસાન થયું છે. આ ફિલ્મને સંજય દત્તે તેની કંપની ‘3 ડાઇમેન્શન મોશન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ’એ પ્રોડ્યુસ પણ કરી છે. એવું કહેવાય છે કે જ્યારે મૌની રૉય શૂટિંગ કરી રહી હતી એ વખતે જ કૅમેરાની લાઇટ બર્સ્ટ થઈ હતી અને આગ લાગી ગઈ હતી. થોડા કલાકો સુધી શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું. ફાયર-બ્રિગેડની ટીમે આવીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જોકે આ ઘટનામાં કોઈ મોટી હોનારત નહોતી સર્જાઈ. હવે પૂરતી સલામતીનાં પગલાં લીધા બાદ ફિલ્મનું શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવશે. અગાઉ સંજય દત્ત અને અદિતિ રાવ હૈદરીની ફિલ્મ ‘ભૂમિ’ના સેટ પર પણ આગ લાગી હતી.
આ પણ વાંચો: સંજય દત્તને વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવું છે